________________ સુદર્શના નામના મુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેઓ મુનિની નજીકમાં જઈ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેઓની પાસે વિશેષ પ્રકારે ઘર્મનું વર્ણન કર્યું. ખરી વાત છે કે દુઃખી મનુષ્ય ઉપર મહાન પુરુષોનું વાત્સલ્ય પણુ ગુરુ જ હોય છે. ભવભયથી ત્રાસ પામેલાં તે દંપતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે–ભગવાન ! અમારા જેવાં પાપી જીવોને લાયક એવું કઈ પણ તપ છે કે અમે તેનું સારી રીતે પાલન કરી શકીએ ? ગુરુશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામ તપ બતાવ્યો, તે તપ કરવાને નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તેઓ પોતાને મુકામે આવ્યા. પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં બે અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને બત્રીશ જેથભક્ત ઉપવાસ) કર્યા. પારણાને દિવસે ભોજન તૈયાર થયા પછી કઈ અતિથિને આપવાને માટે તેઓ આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે ગુરુશ્રીના કહેવા મુજબ આજે આ તપશ્ચર્યા પૂર્ણ થાય છે, તો કઈ અતિથિ અણગાર આવી ચડે તો તેમને આપ્યા બાદ પારણું કરીએ. એ અવસરે પારણાને માટે ભિક્ષાથે ફરતા ધૃતિધર નામના મુનિ તેમને દેખવામાં આવ્યા. તેઓને બોલાવી ઘણા હર્ષપૂર્વક નિર્દોષ આહાર આપી તેમણે પારણું કર્યું. Ad Gunratnasuri MS. Jun Gun Aaradhak 192 II, -----