________________ ઇદના // 191 પામવાનું કારણ તપાસ કરતાં, વિમાનની નીચે જમીનપર રહેલા મને તેણે દીઠો મને દેખતા જ તેને મહાક્રોધ ઉત્પન્ન થયો. તે પોતાના સર્વ બળથી મને ઉપાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે મેં તેને મારા ડાબા હાથથી સહજ દબાવ્યું. મારા દબાવવાથી, સિંહથી દબાવાયેલા હાથીની માફક વિરસ શબ્દ રડવા લાગ્યો. તેને સંકટમાં આવી પડેલો જાણી તેની સ્ત્રીએ પરિવાર સહિત મારું શરણુ અંગીકાર કર્યું. કરૂણાથી મેં તેને મૂકી દીધે, તેથી તે ઘણો ખુશી થયો વિવિધ પ્રકારે રૂપ ધારણ કરી, પિતાની સ્ત્રી સહિત તે હમણાં મારી આગળ નૃત્ય કરતા હતા અને તે જ આ વિમાન લઈ પિતાનું ખરું સ્વરૂપ પ્રગટ કરતો મારી આગળ આવ્યો છે. અવધિજ્ઞાની પતિના મુખથી પિતાના સંશનું નિરાકરણ થતાં રાણી ઘણી ખુશી થઈ. રાણીએ ફરીને પ્રશ્ન કર્યો કે સ્વામીનાથ! આ વિદ્યાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું કે તેઓ અહીં વિદ્યાધરની દ્ધિ પામ્યાં છે ? મેઘરથ રાજાએ જણાવ્યું. આ વિદ્યાધર પૂર્વ જન્મમાં પુષ્કરાર્ધદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા સંઘપુર ગામમાં રાજ્યગુપ્ત નામનો કલપુત્ર હતો. તે ઘણી જ દુર્બળ સ્થિતિને હવાથી પરનાં કાર્ય કરી જિંદગી ચલાવતો હતો. તેને પતિભક્તા શંખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્ત તે બન્ને શહેરની નજીકમાં આવેલા શંખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષોની શીતળ છાયા તળે, વિદ્યાધરની પર્ષદાના (સભાના) મધ્યમાં બેઠેલા સર્વગુપ્ત ! TET 1 SEL PP. Ac. Gunratnasuri MS.