________________ સુદર્શન // 19o | જન્મચર્યા સંભારવા લાગ્યો. પોતાના જન્મ દિવસથી લઈ આજ પર્યત પોતાથી કઈ પણ આત્મસુખમય ઉત્તમ બનાવ બનેલો ન જણાય. તે સ્મરણમાં આવતાં તેને ઘણો પશ્ચાત્તાપ થયો. તે વિચારવા લાગ્યો. હા! હા! અરણ્યમાં ઉત્પન્ન થયેલ માલતીના પુષ્પની માફક મારો જન્મ નિષ્ફળ ગયે. અત્યારે સાક્ષાત તીર્થંકરદેવ આ પવિત્ર ભૂમિ પર વિચરી રહ્યા છે. છતાં હા! હું” કે નિર્ભાગ્ય કે મેં તેમને દીઠા પણ નથી. તેઓને વંદન કે પૂજન કરવાની તે વાત જ શી કરવી? અમૃતની નીક સમાન તે મહાપ્રભુની ધર્મદેશના પણ મારો શ્રવણ ગોચર થઈ નથી. અહા ! હજી પણ હું ધન્ય ભાગ્ય છું કે, આયુષ્યની વિદ્યમાન સ્થિતિમાં આજે જન્મચર્યો. (જન્મ પયતથી લઈ આજ સુધી મેં શું શું કર્તવ્યો કર્યા તે) યાદ કરતાં મારા હિતકારી કર્તવ્યનું મને સ્મરણ થયું છે. માટે આજે જ મારે તીર્થંકરની પાસે જવું અને ધર્મ-શ્રવણું કરી, બાકીની જિંદગી ધર્મશ્રવણ કરી, ધર્મસાધન કરી કૃતાર્થ કરવી. આ પ્રમાણે વિચાર કરી તે વિદ્યાધર પિતાની પ્રિયા સહિત વિમાનમાં બેસી. ઘાતકીખંડની સવર્ગ નામની વિજયમાં વિચરતા અમિતવાહન નામના તીર્થંકરની પાસે વંદન અને ધર્મશ્રમણ નિમિત્ત ગયો હતે. ત્યાં જઈ તીર્થકરને વંદન, નમન કરી ઉચિત સ્થાને બેસી, ધર્મશ્રમણ કરી સંતોષ પામ્યો અને યથાશક્તિ વ્રત, નિયમો ગ્રહણ કરી પાછા ફરતાં, હમણાં થોડા વખત પહેલાં તે મારા મસ્તક ઉપર થઈને જતો હતો. તેવામાં અકસ્માત તેનું વિમાન ખલના પામ્યું. વિમાન ખલના Jun Gun Aaradhak Trus - T AC Gunrainasuri M.S.