________________ સુદર્શન 189 I {છે. હતા. ત્યાં જુદા જુદા અનેક સ્થળે ફરવા પછી એક વિશાળ મંડપમાં રાજા આવી બેઠા. થોડો વખત વિશ્રાંતિ લીધા પછી રાજાની આજ્ઞાથી તેમના નિયગીજનેએ નાટ્ય વિધિને પ્રારંભ કર્યો. વિવિધ ભંગીથી નૃત્યના સ્વરૂપમાં નિત્ય કરતાં કંઈ જુદા જ દેખાવો જણાયાં. નૃત્ય કરવામાં કેટલોક વખત જવા પછી આકાશમાંથી એક મનહર વિમાન તેઓની આગળ ઊતરી આવ્યું તે વિમાનમાં સુંદર આકૃતિ ધારણ કરનાર એક યુવાન અને યુવતિ બેઠેલાં હતાં. પિતાની પાસે અકસ્માત વિમાનને આવેલું દેખી પ્રિયમિત્રા રાણીએ અવધિજ્ઞાની પોતાના સ્વામીને પૂછયું કે, પ્રાણનાથ! આ વિમાનમાં બેઠેલી મનહરરૂપ ધારિકા સ્ત્રી કેણ છે? તેની જોડે બેઠેલ આ ઉત્તમ પુરુષ કોણ છે? અને તેઓનું અહીં આગમન શા માટે થયું છે? | મેઘરથ રાજા અવધિજ્ઞાની હોવાથી જ્ઞાનાલોકથી તે વૃત્તાંત જાણી, પ્રિયમિત્રા રાણીને જણાવ્યું. પ્રિયા ! વૈતાઢય પહાડની ઉત્તર શ્રેણિમાં મલયા નામની નગરી છે. ત્યાં વિતરથ નામને રાજા અને માનસંગા નામની રાણી રાજ્ય કરતાં હતા. તેમને સિહરથ નામને પુત્ર અને વેગવતી નામની પુત્રવધુ છે. દુઃખમય ભગવાસથી વિરક્ત થયેલા વિધુતરથ રાજાએ પુત્ર સિંહરથને રાજ્યાભિસિક્ત કરી ચારિત્ર અંગીકાર કર્યું, અને દુષ્કર તપશ્ચરણ કરતાં કર્મ ક્ષય કરી મોક્ષસુખ પ્રાપ્ત કર્યું. વિદ્યાધર ચક્રવર્તી સિંહરથ રાજા એક વખત પાછલી રાત્રિએ જાગૃત થઈ પિતાની / 189 || P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradnak