________________ સુદના in 16 || 6. છે યા બની રહે છે. એવું કઈ ક્રર કમ નથી કે ભૂખે થયેલો જીવ ન કરે, માટે અત્યારે મારી આગળ ધર્મ વાત કરવાનો અવસર નથી. મારા ભક્ષકરૂપ આ પારેવ મને હમણાં જ સંપી દે. શું આ ધર્મ કહી શકાય કે, જેમાં એકનું રક્ષણ કરવું અને બીજાને મારો. રાજન્ ! તમે કદાચ બીજું ભક્ષ્ય-ભેજન મને લાવી આપવાને ઇચ્છતા હો તે, હું પ્રથમથી જ કહી આપું છું કે, મને બીજા ભર્યથી તૃપ્તિ થવાની નથી. કેમકે તત્કાળ પિતાને હાથે મારેલા, નિરંતર તડફડતા માંસને ખાવાવાળો હું છું. રાજાએ કહ્યું-સિંચાણા! જે એમ જ તારી મરજી છે, તે આ પારેવા પ્રમાણે તોળીને હું તને મારું માંસ શરીરમાંથી કાપી આપું. તે ખાઈને તું તૃત થજે. જેથી તારૂં મરણ નહિ થાય અને શરણે આવેલાનું રક્ષણ પણ થશે. સિચાણાએ તે વાત કબૂલ કરી એટલે રાજાએ તુલા-ત્રાજવું મંગાવી એક બાજુના છાબડામાં–ત્રાજવામાં પારેવાને મૂકયો અને બીજી બાજુના ત્રાજવામાં, પોતાની પીંડી કાપી માંસના કકડાઓ નાંખવા લાગ્યા. જેમ જેમ રાજા પીંડીને કાપીને નાખે છે તેમ તેમ પારે ભારે ને ભારે થતું જાય છે. એટલે ત્રાજવું ઊંચું ને ઊંચુ રહેવા લાગ્યું. વારંવાર પારેવાને ભારે થતે દેખી, જરા પણ નહિ ગભરાતાં, મહાપરાક્રમી રાજા પોતે તે બાજુના છાબડામાં બેઠે. તુલામાં આરૂઢ થયેલા રાજાને દેખી આખી સભામાં (ત્યાં જોવા મળેલા લોકોમાં) અને વિશેષ 22 Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak The