________________ સુદર્શન કરે + 183 [ {t તેણે પોતાને પૂર્વ ભવ દીઠે. તેના પશ્ચાત્તાપને પાર ન રહ્યો. અનંગદા પિતાના દુષ્કતના ભયથી ત્રાસ પામી ગુરુશ્રીના ચરણકમળમાં નમી પડયો. હાથ જોડી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. એ કરુણાસાગર ! મને કોઈ ઉપાય બતાવો, જેથી આ મારા કિલષ્ટ કર્મને નાશ થાય. - ગુરુશ્રીએ કરૂણાબુદ્ધિથી જણાવ્યું, વત્સ ! આજથી તારે સર્વ પ્રયત્ન જ્ઞાનવંત મહાપુરુષોને વંદન અને નમન કરવું. તેની વિયાવચ્ચ ભક્તિ કરવી, જ્ઞાનનાં ઉપકરણોનું યથાયોગ્ય દાન આપવું. જ્ઞાનનું પૂજન કરવું, શકત્વનુસાર નવીન લખાવવું. જ્ઞાન ભણનારને યથાયોગ્ય આશ્રય આપો. મદદ કરવી ઈત્યાદિ જ્ઞાનના સંબંધમાં વિશેષ પ્રયત્ન કરો. અહોનિશ જ્ઞાન અને જ્ઞાની પુરુષની પ્રશંસા કરવી. તેમને જોઈતી હાજતો પૂરી પાડવી. જ્ઞાનનો અંતરાય કરવામાં તને જેટલે દરજજે આનંદ હતો તેનાથી અધિક પ્રેમ જ્ઞાન તરફ તારે લાવો, કેમકે જે કમ જેવા રસે બાધ્યું હોય છે તે કર્મ તોડવા માટે તેનાથી વિપરીત તેટલા જ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરવાથી કમ નિર્જરતાં વાર નહિ લાગે. ઈત્યાદિ જ્ઞાનાવરણીય કર્મથી છૂટવાને ઉપાય ગુરૂમુખેથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થઘર્મ અંગીકાર કરી, આચાર્યશ્રી આદિને નમસ્કાર કરી અનંગદત્ત ઘેર આવ્યો. ગુરુશ્રી પણ અન્ય તે 183 ! સ્થળે વિહાર કરી ગયા. ગુરુ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સભ્ય આરાધન કરી અવસરે શ્રીગુમ આચાર્ય ! Jun Gun Aaradhak Trust P.P.AC. Gunrainasuri MS.