________________ પાસે તેણે સંયમ ગ્રહણ કર્યું, તીવ્ર તપશ્ચર્યા અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓની ભક્તિ કરવા લાગ્યો. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયપશમ સુકના ? થતાં તેને પદાનુસારણલબ્ધિ ઉત્પન્ન થઈ. ગુરુશ્રીએ તેને આચાર્યપદ પર સ્થાપન કર્યો. પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ થઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવોને તે પ્રવર્તાવવા લાગ્યા. - જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પોતાને જે કડ અનુભવ કરવો પડયો હતો તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રિબાતા દુ:ખી થતા જીને જ્ઞાનનેત્ર આપી, નિર્વાણુનો માર્ગ ખુલ્લી રીતે બતાવી આપ્યો. અજ્ઞાન અંધતાથી સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરતાં અનેક જીવોને જ્ઞાનને આપી મોક્ષમાર્ગના પથિક બનાવ્યા. અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઈ, ઘાતિકમાં ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવોને પ્રતિબોધ આપી અંતે અનંગદત્ત કેવળી એ શાશ્વતરથાન અલંકૃત કર્યું. સુદર્શન! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દષ્ટાંત સહિત જ્ઞાનદાનનો પરમાર્થ મેં તમને જણવ્યા. આ સાંભળીને તમારે પણ તમારી શક્તિ કે ગ્યતાનુસાર જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન || 183 Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak The