________________ દશના // 182 | - ભણવાને લાયક થતાં શ્રેણીએ મોટા મહોત્સવપૂર્વક કલાચાર્ય પાસે ભણવા મૂકો, કલાચાર્ય ઘણા પ્રયત્નથી તેને ભણાવવા લાગ્યો. આદરપૂર્વક રાત દિવસ ભણતાં છતાં ઘણી મહેનતે એક અક્ષર પણ તેને ન આવડ ઉપાધ્યાય થાક. કંટાળીને તેને ભણાવવું મૂકી દીધું. એક પછી એક એમ પાંચસે ભણાવનાર ઉપાધ્યાય બદલાવ્યા; પણ તે શ્રેષ્ઠીપુત્રના જ્ઞાનમાં બિલકુલ વધારો ન જ થયા. ત્યારે શ્રેષ્ઠી અને પુત્ર બન્ને જણ નિરાશ થયા. એક દિવસે અનેક સાધુઓના પરિવારે ગ્રામાનુગ્રામવિહાર કરતા અતિશય જ્ઞાની જ્ઞાનદિવાકર નામના આચાર્ય ઉદ્યાનમાં આવી સમવસર્યા. ગુરુને વંદન કરવા નિમિત્તે પુત્ર સહિત ધનંજય શ્રેષ્ઠી ત્યાં આવ્યો. નમસ્કાર કરી ગુરુ સન્મુખ ઉચિત સ્થાને બેઠે. ધર્મદેશનાને અંતે અવસર લઈ તે શ્રેષ્ટીએ ગુરુવર્યાને જણાવ્યું. ભગવાન ! મારા પુત્રે પૂર્વજન્મમાં એવું શું કૃત્ય કર્યું છે કે અનેક પ્રયત્નો કરવા છતાં એક અક્ષર જેટલું પણ જ્ઞાન તેને આવડતું નથી? ગુરુ મહારાજે પોતાના અતિશયિક જ્ઞાનથી તના પૂર્વભવ જાણા શ્રેષ્ઠીને જણાવ્યું કે શ્રેષ્ઠી ? આ તમારા પુત્રે પૂર્વજન્મમાં આચાર્ય પદ પામ્યા પછી ઘણા વખત સુધી જ્ઞાનની વિરાધના કરી છે. તે કર્મના ઉદયથી અત્યારે તેને જ્ઞાન આવડતું નથી વિગેરે. ગુરુ મહારાજનાં વચનો સાંભળી ઊહાપોહ કરતાં અનંગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tru