________________ સુદર્શન કે 170 1 કેસ મારો પાલક પિતા છે. આ તેમને મહેલ, આ મારી પાલકમાતા રત્નાવળી. હા! હા! મેં ઘણું અગ્ય કામ કર્યું. મારા પાલક પિતાને મેં તીવ્ર પ્રહાર કર્યો છે. આ મારા પાલક પિતાએ વાત્સલ્યભાવથી બાલ્યાવસ્થાથી લઈ લાલન પાલન કરી મને ઊછેરીને મોટો કર્યો, અનેક પ્રકારની વિદ્યા શીખવાડી, તે પૂજય પિતા, ગુરુની માફક મને નિરંતર પૂજનીય છે. તેને મેં રણમાં હરાવ્યા. તેથી નિરંતરને માટે મારા આત્માને મેં કલંકિત કર્યો ઈત્યાદિ ચિંતા અને શોકમાં નિમગ્ન થયેલા કુમારને દેખી તે વિદ્યાધરપતિએ પાસે આવી તેને બોલાવ્યો કે પુત્ર! શોક નહિ કર. સ્વામીના કાર્ય માટે પિતાને પણ પ્રહાર કરે તે ક્ષત્રીઓનો ધર્મ છે. તેમ તને ખબર પણ ન હતી કે આ મારે પિતા છે. અયોધ્યાનગરી તરફ તને પ્રસન્ન કરવા માટે જ મારું આગમન થયું હતું, ત્યાં આવતાં રતિ કે રંભાથી અધિક રૂપવાન શીળવતી મારા દેખવામાં આવી. તેને જોતાં જ હું તેના પર આસક્ત થયે અને તારું રૂપ લઈ મેં તેણીનું અપહરણ કર્યું. હે વીર ! આજપર્યત પૃથ્વીને વિષે મારો કેઈએ પરાભવ કર્યો નહતો. તે તારાથી જ હું પરાભવ પામ્યો છું. તેં મને જીતી લીધું છે. તે તારા દઢ શિયળને જ પ્રભાવ છે. તારી માતાનું તારા પર કોપાયમાન થવું, અને તારું શિયળ વિષે દઢ રહેવું વિગેરે સર્વે હકીકત મારા પરિવારના મુખેથી સાંભળી, હું સારી રીતે માહિતગાર થયે છું. Jun Gun Aaradhak True / 19o | Ac Gunratnasuri M.S.