________________ સુદર્શન II171 ખરાબ, નીચ સ્ત્રીઓની સેબતથી ઈષ્ટ માણસને વિયેગ, અનિષ્ટ વસ્તુને સંગ, અર્થબ્રશ નાના પ્રકારની વિપત્તિઓ અને મરણની પણ પ્રાપ્તિ થવી તે સુલભ છે. સ્ત્રીઓમાં આસક્ત થયેલો મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રત, શિયળ, ચારિત્ર, સમ્યકત્વ, અને શરીરને પણ એક ક્ષણાર્ધમાં નાશ કરે છે. સ્નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્ય લજજા અને સ્નેહને ક્ષય કરનારી દીપની શિખાની માફક કલષતા. અને મલિનતાને કરવાવાળી સ્ત્રીઓને તત્ત્વોએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જળની (જડની) સેબતવાળી દુઃખે અંત પામી શકાય તેવી, બે પક્ષને (શ્વસર, પિયર) બે કિનારાને ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાંકી ચૂકી ચાલવાવાળી) નદીની માફક વિષમપથ અને નીચગામિની મહિલાઓનો ત્યાગ કર જોઈએ. દૂધથી તૃપ્ત કર્યા છતાં વિષથી ભરપૂર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી (પેટથી ચાલનાર) સ્ત્રીપક્ષે બહાર નહિ કરનારી છતાં ગુપ્ત પ્રચારવાળી, વાંકી ગતિવાળી, દુ:શીલ સર્ષણી પક્ષે જીવને સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેકી પુરુષોએ સંગ મૂકે જોઈએ. આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી સંસારથી વિરક્ત થયેલા તે અમિતતેજ વિદ્યાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું. પુત્ર ! શીળવતીના હરણ કરવારૂપ નિંદનીય કર્તવ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના {E // 171 / Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak