________________ સુદના # 16o કેટલોક વખત શોચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યું. વત્સ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાશ–ગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતા મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરની પાછળ તું હમણાં જ જા. વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકમારીને પાછી ન લાવી આપું તો, નિચે મારે ચારિત્ર અંગીકાર કરવું આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. હાથમાં ખડગ લઈ, તે વિદ્યાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગ્યા. આગળ ચાલતાં આ વિમળ પર્વત પર તે વિદ્યાધર તેના જેવામાં આવ્યું. આપસમાં મહાન યુદ્ધ થયું. તીણુ ખગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડો. કુમારને મહા બળવાન જાણી રાજકુમારીને અહીં જ મૂકી તે વિદ્યાધર કિંકિંધ ગિરિના શિખરે તરફ ચાલ્યા ગયા. કુમાર પણ અમર્ષના વશથી તે વિદ્યાધરની પાછળ પડયો. અને ઘણા વેગથી તે પહાડપર વિદ્યાધરને જઈ મળે. તે પહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ઘણી મહેનત કમારે તે વિદ્યાધરને પરાભવ કર્યો. વિદ્યાધર ત્યાંથી પણ નાસી છૂટ્યો. કુમાર પણ તેની પૂંઠે પડયો. થોડા જ વખતમાં તે વિદ્યાધરને વિતાઢ્ય પહાડ ઉપરની સુરમ્ય નગરીના રાજમહેલમાં પ્રવેશ કરતા, કુમારે દીઠો. સુરમ્ય નગરીને જોતાં જ કુમાર વિચારમાં પડયો કે અહા! આ વિઘાધર તે તે પણ Ac. Gunratnasuri M.S. Aaradina