________________ સુદર્શના ( 168 ક્રોધથી આમ તેમ દોડવા લાગ્યો. તેમજ બીજા સુભટો પણ ક્રિડાને ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથિયારો સજજ કરી, પૃથ્વી પીઠ પર હથિયારોનું આસ્ફાલન કરવા લાગ્યા. શીળવતીનું હરણ થયું જાણી, સહસા વાપાત થયો હોય તેમ દુઃખિત થયેલ પરિવારનો હાહાર વાળો કોલાહલ ઊછળવા લાગ્યો. આકાશચારી વિદ્યાધરની સાથે, શૂરવીર પણ પાદચારી રાજા શું કરે? પોતાના પરાભવથી ખેદ પામી રાજા ચિંતવવા લાગ્યો, સૈન્ય. સંપત્તિ, શસ્ત્ર, અને મહાન બળ છતાં હા! હા! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યો છું. કહ્યું છે કે धाउव्वायरसायणजंतवसीकरणखन्नवाएहि // कीलावसणेण तहा गरुयावि पडंति गुरुयवसणे // 1 // ધાતુર્વાદ, રસાયણ, જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરુષો પણ મહાનું વ્યસનમાં આવી પડે છે. અથવા " આ તારી પુત્રી સાથ્વી થશે?” આવું ધર્મ સંગતિવાળું કુળદેવીનું વચન મેં છે નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યો. તેથી જ આવા દુઃખને નિર્ધાત અકસ્માત મારા ઉપર આવી પડ્યો જણાય છે. # 168 II AC Gunratnasuri MS Jun Gun Aaradhak