________________ શ્રી વિજયાએ માર્મિક શબ્દમાં હાંસી કરી, પોતાના પિતાશ્રી આદિથી લજજા પામી રાજકુમારી તરત જ પોતાના આવાસ મંદિરમાં આવી. રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી. રાજાએ તરત જ વિજયકુમારને સુદના તે કન્યા વચન માત્રથી આપી અને તેના લગ્ન માટે વિવાહ મહોત્સવ શરૂ કરાવ્યું. કે 167 આ વખતે વસંતઋતુ પૂર જોશમાં ચાલતી હોવાથી તેને અનુભવ અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકરંડ નામના ઉદ્યાનમાં આવ્યો. સર્વ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુંથાયે હતું તે અવસરે વિજયકુમારનું રૂપ ધારણ કરી એક વિદ્યાધરે શીળવતીનું હરણ કર્યું. આ વિજયકુમાર જ છે, એમ જાણી શીળવતીએ જણાવ્યું. આ ઉત્તમ પુરુષ ! તમે મારી હાંસી નહિ કરે. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર મને નજરે જુવે છે અને તેથી મને ઘણી લજજા આવે છે, માટે મને તત્કાળ મૂકી દો. આ પ્રમાણે શીળવતીના શબ્દો સાંભળતાં અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતો દેખી સંબ્રાંત થયેલો તેને સખી વર્ગ તત્કાળ બૂમ પાડી ઊઠ કે દોડે, દોડે, શીળવતીનું હરણ કરી કઈ પુરુષ આકાશમાર્ગે ચાલ્યો જાય છે. આ શબ્દો સાંભળતાં જ રાજા સ્નાનાદિ ક્રિડાને ત્યાગ કરી, હાથમાં ખગ લઈ Jun Gun Aaradhak 167 || P.P Ac. Gunratnasuri MS.