________________ સુદર્શના 156 in મેરુની માફક દઢ કે અચળ ચિત્તવાળા અને સુર-અસુરથી પૂજનિક આ મહાત્માનું દર્શન મને આવા નિર્જન પ્રદેશમાં કે નહિ સંભવી શકે તેવા સ્થળમાં થયું છે તેથી હું મારા આત્માને ધન્યભાગ્ય માનું છું. આ પ્રમાણે વિચાર કરતી રાજકુમારી સુદના તે મહાત્માની નજીક ગઈ અને વિધિપૂર્વક વંદન કરી, તે મહાત્માના નજીકના પ્રદેશમાં શાંતપણે બેઠી. સુદર્શનાએ પોતાની પાસે આવેલી જાણી તે મહાત્માએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી ધર્મ પ્રાપ્તિરૂપ આશીર્વાદ આપતાં જણાવ્યું. રાજકુમારી સુદર્શના! પૂર્વભવને જાણીને મુનિ મહારાજાઓને વંદન કરવા નિમિત્તે ભરૂચ તરફ તું જાય છે? સુદર્શનાએ નમ્રતાથી જણાવ્યું. હા ભગવાન જે પ્રમાણે આપ કહે છે તેમજ છે. ખરી વાત છે, જ્ઞાનીપુરુષ સર્વજીના મનોગત ભાવને જાણે છે. આ સમુદ્રમાં આપનું આગમન અને આવી યુવાન અવસ્થામાં વ્રતગ્રહણ કરવાનું કારણ આપ મને જણાવશો? આપ જેવા મહાત્માઓના જીવનચરિત્ર અને વ્રતગ્રહણ કરવામાં નિમિત્તકારણ વિરાગ્યાદિક તેનું શ્રવણ કરતાં અમારા જેવા બાળજી ઉપર મહાન ઉપગાર થશે. સુદર્શનાએ નમ્રતાથી પ્રશ્ન કર્યો. અતિશયજ્ઞાની તે મહાત્માએ ઉત્તર આપ્યું. સુદર્શના! મારું જીવનચરિત્ર અને દીક્ષાગ્રહણ કરવાનું નિમિત્તકારણુ સાંભળવાની તને પ્રબળ ઈચ્છા છે; તો મને તે સંભળાવવામાં Ac Gunratnasuri MS. Jun Gun Aaradhak ને 156 it