________________ સુદર્શના I 157 કાંઈ અડચણ નથી. જયારે આ જીવને ઇંદ્રિય વિષયરૂપ વિષધર (સર્પ) પિતાની વિકરાળ ઝેરી દાઢથી હદયમાં હસે છે, ત્યારે વિષયરૂપ વિષથી શરીર ઘેરાતાં, કર્નાવ્યાકર્તાના વિવેકથી બેભાન નાના પ્રકારની, વિષમ વિપત્તિના ખાડામાં જઈ પડે છે, વિવિધ પ્રકારના દુ:ખ પામે છે. દુ:ખથી મહાન વેદના અનુભવે છે, વેદનાથી ખેદ પામે છે. ખેદથી વિચાર પ્રગટ થતાં વિરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી ઉત્તમ બોધ થાય છે અને ઉત્તમ બોધથી વિવેક પ્રગટ થાય છે, અને વિવેકથી વાસિત બુદ્ધિવાળા જીવો જિનધર્મનું અનુસરણ કરે છે; આ ધર્મ બે પ્રકાર છે. યતિ ધર્મ અને ગૃહસ્થાશ્રાવક ધર્મ. યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મના બાર ભેદ છે; છતાં ગૃહસ્થાશ્રમમાં રહેલા અને વિષયાદિમાં આસક્ત થયેલા ગૃહસ્થોને પૂર્ણ ધર્મ કયાંથી હોય? આ પ્રમાણે વિચાર કરી મહાસત્ત્વવાળા મનુષ્ય શ્રમણ ધર્મ (સાધુમા)ને આશ્રય કરે છે–એટલે મારા સંબંધમાં તેમજ બન્યું છે. સુદર્શના! સામાન્યથી વિષયનો વિપાક જણાવ્યો અને તેથી ઉદ્વેગ પામી મનુષ્ય ત્યાગ માર્ગને આશ્રય કરે છે, તે વાત મેં તને જણાવી. હવે વિષયમાં આસક્ત છવ, કેવી રીતે દુઃખ પામે છે તે મારા દષ્ટાંતથી હું તને વિશેષ પ્રકારે બતાવું છું. અર્થાત્ મારું જીવનચરિત્ર હું તને સંભળાવું છું. તું સાવધાન થઈને સાંભળ. / 157 | Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasuri MS.