________________ સુદર્શન Ti155 હતી. તેટલામાં વૃક્ષની ઘાટી છાયા તળે રહેલી એક પથ્થરની શિલા તરફ તેની દૃષ્ટિ પડી. તે ! શિલા ઉપર યુવાવસ્થાવાળો એક તેજસ્વી મુનિ બેઠેલ સુદર્શનાના દેખવામાં આવ્યો. તપ-તેજથી તેમનું શરીર ચળકતું હતું. સૌમ્યતામાં ચંદ્રનો પરાભવ થાય તેવી શાંત મુદ્રા જણાતી હતી. શરદઋતુના ચંદ્રથી પણ અધિક કાંતિ શોભતી હતી. કંદર્પનો વિજય કરે તેવું સુંદર રૂપ હતું. - સાક્ષાત મૂર્તિમાન ધર્મ જ હોય નહિ તેમ ધર્મધ્યાનમાં લીન થયેલા જણાતા હતા. મુનિમહાત્માને દેખતાં જ સુદર્શનાના હર્ષનો પાર ન રહ્યો. વર્ષાદના ગરવને સાંભળી જેમ મયુર નૃત્ય કરે છે તેમ તેણીનું હૃદય નાચવા લાગ્યું. સૂર્યને દેખી જેમ કમલિની વિકસિત થાય છે તેમ તે મહાત્માને દેખતાં તેણીના રેમમમાં આનંદ થયો. સુદર્શના વિચારવા લાગી કે આ નિર્જન પ્રદેશમાં રહી, આ મહાત્મા તપશ્ચર્યા સાથે પ્રબળ ધ્યાન કરતા હોય તેમ જણાય છે. નાસીકાના અગ્રભાગપર સ્થાપન કરેલ નેત્ર, અને ઉત્તમ સ્થિરતા સૂચક પદ્માસન ! એ ધ્યાનની બાહ્ય મુદ્રા. તેઓની આંતર વિશદ્ધિનું સૂચન કરનાર ચિહ્ન છે. આ નિજન પ્રદેશ છે. તેમ જ પહાડ પર અનેક ભય આપનાર પ્રાણીઓ પણ દેખાય છે. માટે આ મહામુનિ પરિસહ કે ઉપસર્ગ સહન કરવામાં પણ શૂરવીર જણાય છે. તેઓની ઉંમર ભર યુવાન અવસ્થા સૂચક જણાય છે, છતાં આવું દુષ્કર શ્રમણપણું અંગીકાર કર્યું છે. એથી એમ અનુમાન થઈ શકે છે કે દુધર મેહના મહાસ્યનો તેઓએ વિજય કર્યો છે. Jun Gun Aaradhak / ૧પપો Ac. Gunratnasuri M.S.