________________ સુદશના 154 શિળવતીએ તેમ કરવાની હા કહી. તરત જ વહાણ પરથી મન નીચાં ઉતરવા લાગ્યા. કમળા ધાવમાતાનો હાથ ઝાલી સુદર્શન ચડવા લાગી. તેની સાથે શિળવતી વિગેરે અનેક મનુષ્યો તે પહાડ પર ચડ્યા. ઉપર ચડયા બાદ સુદર્શના, ચારે બાજુ નીહાળી નીહાળીને તે છે પહાડના સુંદર દેખાવો જોવા લાગી. ફળ, ફુલોથી પહાડી વનો વિકસિત થઈ રહ્યાં હતા, સુગંધી પુષ્પોને સ્પર્શીને આવતો મંદ મંદ પવન આનંદ આપતો હતો. હંસ, સારસ, કોયલ આદિ પંખીઓ કલરવ શબદ કરતાં આમ તેમ ઉડતાં જણાતાં હતાં. સુંદર અને સ્વાદિષ્ટ ફળાથી વૃક્ષો નમી રહ્યાં હતાં, કઈ કઈ સ્થળે ઝરણે વહેતાં હતાં. સુગંધી પુષ્પ ઉપર ભ્રમરોનો સમૂહ ગુંજારવ કરી રહ્યો હતો. ઇત્યાદિ પાંચ ઇંદ્રિયને સુખદાઈ–વિષયે આ પહાડ ઉપર જણાતા હતા. છતાં મનુષ્યનું આગમન ઘણું થોડું અને કઈ કઈ વખત થતું હોવાથી તે પહાડનો પ્રદેશ નિજનપ્રદેશ જેવો જણાતો હતો. સુંદર, કમળ અને સ્વચ્છ અનેક શિલાઓ ત્યાં દેખાતી હતી. ટૂંકામાં ભેગીઓને ભેગની ભાવના જાગૃત કરનાર, અને યોગીઓને યોગની ભાવના વૃદ્ધિ કરનાર આ પહાડના પ્રદેશ જણાતા હતા. સુદર્શન ઘણી બારીક દષ્ટિથી પહાડના પ્રદેશે નિહાળતી હતી. કેઈ વખતે તેણીની મુખમુદ્રા શાંત અને વૈરાગિક દેખાતી હતી. તો કઈ વખતે તેવા દુ:ખદાઈ દેખા દેખી ખેદિત જણાતી હતી. કોઈ વખતે તે હર્ષિત થતી હતી. એમ પોતાની વિચારણાના પ્રમાણમાં તે અનેક રને અનુભવ કરતી 154 / AC Gunnan asur MS Jun Gun Aaradhak Tu