________________ સુદર્શન | 153 નિર્યામકની અને જહાજની મદદથી આ સમુદ્રનો સુખે પાર પામી શકાય છે–તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરુની મદદથી સંસારનો પણ પાર પામી શકાય છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામનો પહાડ નિર્યામકોની નજરે પડશે. અને થોડા વખતમાં તો તે વહાણો વિમળ પર્વતની નજીકમાં આવી પહોંચ્યાં. નિર્યામકેએ વહાણ ત્યાં જ થંભાવી ઊભા રાખ્યાં. સેવકને હુકમ કર્યો કે, પાણી ઇંધણુ વગેરેનો સંગ્રહ કરવો હોય તેટલો કરી લે. ઇંધણ, પાણીના કાર્ય પર રાખેલા સેવક તત્કાળ નાની-નાની ના દ્વારા વહાણથી નીચા ઉતરી વિમળ પર્વત ઉપર ઇંધણાદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા. સુદર્શનાએ શિળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વનોથી આચ્છાદિત થયેલો આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે? શિળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણ કરીને વિદ્યાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તે જ આ વિમળ નામનો પર્વત છે. સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તે જ આ પહાડ છે, તે તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલે. આપણે આ પહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ. સુદર્શનાને વિશેષ આગ્રહ જાણી, Jun Gun Aaradhak I 153 aa - P.P.AC. Gunratnasuri M.S.