________________ સુદર્શાના | 15o || હિતસ્વી છે, છતાં આવા મંગળ કરવાના અવસરે વિલાપરૂપ અમંગળ શા માટે કરે છે? સુદર્શનાએ પણ ધીરજ આપતા જણાવ્યું–માતા ! તમે આ શું કરો છો? આ વખત તો તમારે અનેક પ્રકારની હિત શિખામણ આપીને માતાની ફરજ બજાવવી જોઈએ. તેને બદલે તમે પોતે આમ દિલગીર થાઓ છો, તો પછી અમારા જેવાં બાળકોની ધીરજ કેમ ટકી રહે? વચન અને નેત્રથી જાણે પુત્રીના વિયેગ અગ્નિથી ધૂમ રેખાજ મૂકતી હાય નહિ તેમ ઘણી મહેનતે ગદગદ કંઠે રાણીએ જવાબ આપ્યો. પુત્રી ! જો કે મને સાત પુત્ર છે, તથાપિ તારા વિરહ અગ્નિથી અત્યારે હું બળી મ છું અને તે અગ્નિ પાછો તારે સમાગમ થશે ત્યારે જ શાંત થશે. આ પ્રમાણે બાલતાં ફરી રાણીએ રડી દીધું (રડવા લાગી). સુદર્શનાએ જણાવ્યું માતાજી ! આમ રૂદન કરી શા માટે આપ દિલગીર થાઓ છો ? આ મારી ધાવ માતા કમલા મારા કુશળની પ્રવૃત્તિ કહેવા માટે ત્યાં પહોંચ્યા પછી તરત જ પાછી આપની પાસે આવશે. રાણી ચંદ્રલેખા પુત્રીના આ વચનથી કાંઈક શાંત થઈ પોતાની બહેન કરીને માનેલી અને ઘણા દિવસના સંબંધ વાળી શીળવતીને આલિંગન આપી, રાણી ચંદ્રલેખાએ જણાવ્યું સુંદરી ! જેમ એક માણસ બીજા માણસ પાસે થાપણુ મૂકે છે તેમ આ મારી પુત્રીને હું તારી AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak, | 150 ||