________________ સુદર્શના I 14 અસમર્થ છું, કેમકે પ્રસૂતિ વખતે માતાને જે દુ:ખ થાય છે, તે દુઃખની આગળ દુનિયાનાં બીન દુ:ખ લાખમેં ભાગે પણ નથી. તે સર્વ દુ:ખ સહન કરી બાળ અવસ્થામાંથી આવી યુવાવસ્થામાં મને લાવી મૂકતાં, આપને ઘણું ખમવું પડયું છે, તે ઉપગાર સામી નજર કરતાં, મારા આ જન્મ પર્યતનું સુકૃત આપને અર્પણ કરું તો પણ થોડું જ છે. આ પ્રમાણે માતા, પિતા સાથે છેલ્લી વખતનું સંભાષણ કરતી પુત્રીને દેખી તેમજ તેણીને વિનય, વિવેક અને માતૃપિતૃ પ્રત્યેની ભક્તિની લાગણી દેખી રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેની આંખોમાંથી મોતી જેવડાં આંસુ ઝરવા લાગ્યાં. રાજાએ સદર્શનાના મસ્તક ઉપર હાથ મૂકી, હૃદયથી ચાંપી ગદગદિત કંઠે જણાવ્યું, મારી હાલી પુત્રી! તું ફરીને અમને કયારે મળીશ? તારા લાંબા વિગ અગ્નિથી બળતા અમારા શરીરને શાંત કરવાને અમૃત તુલ્ય તારું દર્શન કરી અમને કયારે થશે? આ પ્રમાણે રાજા પુત્રી સાથે વાર્તાલાપ કરે છે તેવામાં પુત્રીના દીર્ધ વિયોગરૂપ જાણે વેજાને પહાડ પડયો હાય નહિ તેમ શુન્ય હૃદય થવા પૂર્વક રાણી ચંદ્રલેખા અકસ્માત જમીન ઉપર ઢળી પડી. રાજા પોતાનું દુ:ખ ઓછું કરી, રાણીની સારવાર કરવામાં રોકાયા. અને શીતળ ઉપચાર કરતાં રાણી કેટલીક વારે શદ્ધિમાં આવી અને તરત જ વિલાપ કરવા લાગી. રાણીને વિલાપ કરતી દેખી, ધીરજ આપવા પૂર્વક અનેક રીતે શીળવતી સમજાવવા લાગી, બહેન ! તું પતે પુત્રીની Ac. Gunnatnasuri M.S. 19 | ATP