________________ સુદર્શના d148 ધર્મબહેન છે. આપ તેમના તરફથી નિશ્ચિત રહો. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તેને એક વાળ પણ વાંકે નહિ થવા દઉં. "સાર્થવાહની આવી લાગણી જાણી રાજાને ઘણો સંતોષ થશે. સદનાના ઉપગ માટે અને સહાય નિમિત્તે રાજાએ વસ્ત્ર, કપૂર, કસ્તુરી, કુકમ, કાલાગુર, રત્ન, સોનું, રૂપું, ઘી, તેલ, અનાજ વગેરે ઉપયોગી વસ્તુ, તથા દાસ, દાસી, ગાયન કરનાર વિલાસિનીઓ, વાજીંત્ર વગાડનાર, તથા ધનુષ્ય, બાણ, ભાલાં, મુદગર, ખગ, સન્નહ, તેમજ સામંત, મંત્રી, સુભટે, સુખાસને અને પટમંડપ (તંબુ ) વગેરે અનેક ઉપગી વસ્તુઓથી અને મનુષ્યથી ભરેલાં સાત સે વહાણ આપ્યાં. વળી ભરૂઅચ્ચ નગરના જિતશત્રુ રાજાને માટે અનેક કિંમતી ચીજોનાં ભરેલાં પાંચ વહાણો ભેટ તરીકે તે સાથે આપ્યાં ઇત્યાદિ સર્વ જાતની તેયારીઓ થયેલી દેખી પિતાને છેવટના પ્રણામ કરતાં સુદર્શનાએ જણાવ્યું. પૂજ્ય પિતાશ્રી ! આજ પર્યતમાં મેં કઈ પણ રીતે આપને અવિનય અપરાધ કર્યો હોય તો તે સર્વ આ બાળક ઉપર કરણ લાવી ક્ષમશે. બાળપણું એ અજ્ઞાનતાનું ઘર છે અને તેને લઈને આપનો અવિનય થઈ ગયો હોય તે બનવા ગ્ય છે. હાલી માતા ! આપને મેં ગર્ભથી માંડી અનેક પ્રકારને કલેશ આપે છે. તે સર્વ અપરાધ માયાળુ માતા ક્ષમા કરશો. તમારા ઉપકારને બદલો હું કોઈ પણ રીતે વાળી શકવાને Ac. Gunratnasuri M.S. 148 !! Jun Gun Aaradhak.