________________ સુદર્શન 151 | પાસે થાપણ તરીકે સોપું છું. માટે તેની સર્વ સંભાળ તમારે જ રાખવાની છે. લાંબા વખતના સંબંધીનો વિયોગ થતો જાણી શીળવતીને પણ સહેજ ઓછું આવ્યું પણ તત્ત્વજ્ઞ હોવાથી હૃદય કઠિન કરી તેણીએ જણાવ્યું. બહેન ! આજે આપણે સ્નેહ પૂર્ણ થાય છે. હવે બીજીવાર તમારું દર્શન મને થવું દુર્લભ જણાય છે. પ્રિય સખી ! મારું હૃદય જાણે વજનું ઘડેલું હોય તેમ, આપણા વિયોગથી શતખંડ થતું નથી એટલે હવે તે વિયોગનું દુઃખ મારે સહન કરવું જ પડશે. બહેન! તમારા વિયાગ અનિથી બળત. અને દ:ખરૂપ ઇંધણોથી પ્રજવલિત થયેલું આપણું સ્નેહ વૃક્ષ નિરંતરને માટે સળગતું જ રહેશે. સંગ વિયેગથી ઉત્પન્ન થતા દુઃખરૂપ ભડકાઓથી બળી રહેલો આ સંસાર ખરેખર દુ:ખરૂપ જ છે. આવા દુઃખમય સંસારને જાણી તમારે જિનેશ્વર ભગવાનના કહેલા ધર્મમાં વિશેષ પ્રકારે ઉજમાળ થવું જોઈએ. ઇત્યાદિ મીઠાં વચએ, દેવી ચંદ્રલેખાને આશ્વાસન આપી શીળવતી વહાણ પર ચડી બેઠી. સુદર્શના પણ પોતાનાં માતા, પિતા, બંધવ, સખીઓ અને નગર લોકેને ખમાવી, મીઠાં વચનોથી સંતોષી, શીળવતીની જોડે આવી બેઠી. શુભમતિ શીળવતીની સાથે બેઠેલી સુદર્શન, ઉત્તમ વિમાન પર સરસ્વતીની સાથે બેઠેલી લક્ષ્મીની માફક શોભવા લાગી. | 15 | Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri MS.