________________ સુદર્શન 1 ૧૩છા શાંતિએ પાઈ પિતાના શહેરમાં આવવાનું સાંભળશે ત્યારે સુકૃતના પ્રથમ ઉપચાર તુલ્ય આપના ઉપર તે રાજા ઘણો જ પ્રસન્ન થશે અને સ્નેહ ધારણ કરશે, માટે મહારાજા! સુદર્શનના સંબંધમાં આપ બિલકુલ ચિંતા ન કરશો. જિતશત્રુ રાજા ધર્મમાં તત્પર, કૃતજ્ઞ અને સ્વધર્મી ભાઈઓનું વાત્સલ્ય કરનાર જન રાજા છે. વળી આ સેવકને પણ આપ જે આજ્ઞા કરશો તે કરવાને માટે તૈયાર છે. રાજાએ શીળવતીના સન્મુખ નજર કરી ઘણુ પ્રણયથી જણાવ્યું. શીળવતી ! આ સર્વ કાર્ય તમારું છે. મારી પુત્રી હું તમને સોપું છું. તેના સંબંધમાં તમને કાંઈ પણ ભલામણ કરવા જેવું નથી, પણ તમને અહીંથી જોઈએ તેટલી મદદ મળવાનું જાણવા છતાં, આટલો વખત છૂપી રીતે દુઃખમાં રહ્યાં તેમ ન કરશો અને હિતકારી કાર્યમાં મારી પુત્રીને પૂર્ણ રીતે સહાયક થશે. કષ્ટમાં આવી પડેલ ઉત્તમ મનુષ્ય પણ હતપ્રભાવ થાય છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી, કેમકે અતિ ઉચ્ચત્તર સ્થિતિનું સ્મરણ કરતાં મુનિઓ પણ વિમનસ્ક થાય છે. શીળવતીએ નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! વારંવાર મારી સ્થિતિને યાદ કરાવી, આપની પત્રીને અર્થે આપ મને શા માટે ઓળં આપ છો ? ભરૂઅચ્ચ પહોંચ્યા પછી થોડા જ દિવસમાં આપની પુત્રીની કશળ પ્રવૃત્તિ આપ સાંભળશો માટે તે સંબંધી ચિંતા ન કરતાં, આપ તેને રાજીખુશીથી ભરૂઅચ્ચ આવવા આજ્ઞા આપો કે તેણી પોતાનું ઇચ્છિત આત્મસાધન કરે. હું | 137 | Ac Gunrattyasuri M.S. Jun Gun Aaramak