________________ સુદર્શના // 108 તેની સાથે છું. સુખમાં પ્રથમ ભાગ હું તેને આપીશ અને દુઃખમાં પ્રથમ ભાગ હું લઈશ. ભરૂઅચ્ચ જવા માટે રાજપુત્રી પૂર્ણ ઉત્કંઠાવાળી છે. દરેક પ્રકારની સગવડ કરાવી આપનાર ઉત્સાહી સાર્થવાહ સાથે છે. તેણીની મદદગાર રાજપુત્રી શીળવતી છે. ઇત્યાદિ અનુકૂળ નિમિત્તો. દેખી રાજાના મનને શાંતિ થઈ. રાજ સભામાંથી ઊઠયો. એટલે બીજા પણ સર્વે ઊઠયા. ઋષભદત્ત સહિત રાજાએ પ્રથમ સ્નાન કર્યું અને પછી મુનિશ્રીના કહેવા પ્રમાણે તે શ્રેષ્ઠીની સાથે વિધિપૂર્વક દેવપૂજન કર્યું. ઉચિતતાનસારે દાન આપી રાજાદિક સર્વજનોએ ભોજન કર્યું. ભોજન કર્યા બાદ શ્રેષ્ઠીની સાથે રાજા ધર્મવાર્તામાં ગુંથાય. ઘર્મચર્ચામાં રાજાનું મન એટલું બધું લાગ્યું હતું કે–સમય, ઘડી અને પ્રહરોએ કરી પિતાના પ્રતાપને ઓછો કરત સુર્ય તદ્દન નિસ્તેજ થઈ ગયું અને થોડા વખતમાં તો પશ્ચિમ દિશામાં ગેબ થઈ ગયો. સૂર્યને માથે આવી વિપત્તિ આવેલી જાણી, સૂર્યવિકાસી કમળોનાં વદન પ્લાન થઈ ગયાં. અથવા સ્વામીના વિરહથી સેવકને વૈિભવની હાનિ થાય તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ અવસરે પત્રોની છાયાવાળા વૃક્ષમાં, પંખીઓ આમ તેમ દોડતાં છુપાવા લાગ્યાં. ખરી વાત છે કે–પંખીઓનું સ્થળ પુન્યવાન જીવોના સ્થળની માફક નિરંતર ઊચું જ હોય છે. 138 if AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak T