________________ સુદર્શન | 136 . જણાવ્યું. સાર્થવાહ! ભરૂઅચ્ચ જવા માટે સુદર્શનાને અત્યંત આગ્રહ છે અને તે પણ પિતાના ભલા માટે જ, એટલે હું તેણીનું મન દુ:ખાવવા બિલકુલ રાજી નથી. તમે મારા સ્વયમી બંધુ છો તેમ મને ધર્મપ્રાપ્તિમાં નિમિત્ત કારણપણે છો. એટલે બીજા કોઈ પણ પુરુષને ન સોંપતાં તમારા ઉપરના દઢ વિશ્વાસથી આ મારી પુત્રી હું તમને સેપું છું. તે સુખશાંતિથી ભરૂઅચ્ચ પહોંચે, એની કાળજી હવે તમારે જ કરવાની છે. ઋષભદત્ત શ્રાવકે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજ ! આપને રાજપુત્રીના સંબંધમાં ભલામણ કરવાની કાંઈ પણ જરૂર નથી. ગુણવાન મનુષ્ય પોતાના ગુણથી જ સર્વત્ર મનાય છે અને પૂજાય છે. અરણ્યમાં પેદા થવા છતાં તે સુગંધી પુષ્પ દેના પણ મસ્તક ઉપર ચડે છે, ત્યારે પોતાના શરીરથી જ પેદા થયેલા પણ નિર્ગુણી મેલને મનુષ્યો દૂર ફેંકી દે છે. આપની પુત્રી દઢ શિયળરૂપ, વા કવચથી અવગુંઠિત છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી દુષ્ટ ઉપસર્ગોને દૂર કરે તેમ છે. સમગ્ર તોને જાણનારી છે. વિષયથી વિરક્તતા પામેલી છે અને ઉત્તમ ધર્મમાં આસક્ત હોવાથી પોતે જ દેવતાના સમૂહને પણ વંદનીય છે. તેમાં વળી આ ઉત્તમ શિયળગુણસંપન્ન, ભરૂચ નગરના મહારાજા જિતશત્રુની ભાણેજી શિયળવતી, તે તમારી પુત્રીની મદદગાર છે. એટલે રાજપુત્રીને કોઈ પણ પ્રકારની અડચણ નહિ આવે, એ મારી ચિક્કસ ખાત્રી છે. જ્યારે જિતશત્રુ રાજા, પોતાની ભાણેજીનું સિંહલ દ્વીપમાં રહેવાનું અને ત્યાંથી સુખAc. Gunratnasuri MS. 136 II Jun Gun Aaradhak