________________ સુદર્શના I૧૩પ) જણાવ્યું–પુત્રી! હું વિચાર કરીને જવાબ આપું છું, પણ પ્રથમ આ તારા અધ્યાપકે તને અનેક શાસ્ત્રમાં પ્રવીણ કરી છે તેને સંતષિત કરું. આ પ્રમાણે કહી રાજાએ તરત જ સુદર્શનાના કળાચાર્યને ઈચ્છાથી અધિક પારિતોષિક-દાન આપી વિસર્જન કર્યો. જિનવચનામૃતના પાનથી પવિત્ર ચિત્તવાળા વિવેકી રાજાએ, પુરોહિતની પણ ઉચિતતા લાયક સત્કાર કરી, ખુશી કરી રજા આપી. સામંતાદિક સભાજનને પણ સત્કાર કરી વિસર્જન કર્યા. પોતાના કુટુંબ, ઋષભદત્ત સાર્થવાહ અને શીળવતી ઇત્યાદિ મનુષ્ય સાથે સભામાં બેસી રાજા સલાહ કરવા લાગ્યા. - સાર્થવાહ ! આ મારી પુત્રી સદશીના મારા પ્રાણથી પણ મને અધિક હાલી છે. તેણીએ કુટુંબવિયેગનું દુ:ખ કઈ પણ વખત આ જિંદગીમાં અનુભવ્યું નથી, કોઈ પણ વખત અન્ય રાજ્યની ભૂમિ દીઠી નથી. પરદેશની ભાષા બિલકુલ જાણતી નથી. આ જિંદગીમાં દુ:ખ અનુભવ્યું નથી. તેની સખીઓથી કે સ્વજનથી જુદી પડી નથી. કઈ પણ વખત અપમાન સહન કર્યું નથી. નિરંતર સન્માન પામેલી અને સુખમાં ઊછરેલી છે, સરસવના પુષ્પની માફક તેણીનું શરીર સુકુમાળ છે. તે ભરૂઅચ્ચ કેવી રીતે જઈ શકશે? જે ના પાડુ છું તો તેણીનું હૃદય દુઃખાય છે. જે હા કહું છું તો મારું મન માનતું નથી. આ પ્રમાણે બાલી રાજા થોડા વખત મૌન રહ્યો. થોડા વખત વિચાર કરી રાજાએ Jun Gun Aaradhak 1 P. Ac. Gunratnasur M.S.