________________ સુદર્શના ઇત્યાદિ નાના પ્રકારે ચારણશ્રમણ મુનિના મુખથી ધર્મશ્રવણ કરી, ચંદ્રગુપ્ત રાજાએ ગુહસ્થ ધર્મ અંગીકાર કર્યો. શીળવતી તથા સદશના બન્ને વિષયસુખથી વિરક્ત થયાં. દેશવિરતિ (ગૃહસ્થધર્મ) લેવાને અશક્તિવાળા જીવોએ સમ્યકત્વને (ધર્મશ્રદ્ધાને) સ્વીકાર કર્યો, અને તે પણ નહિ ગ્રહણ કરનાર જીવોએ મધુ, મધ, માંસાદિ નહિ વાપરવાને અભિગ્રહ લીધો. આ પ્રમાણે અનેક જીવોનો ઉદ્ધાર કરી, પરોપકારી મહાત્મા ચારણબમણુ નંદીશ્વરદ્વીપ તરફ જવા માટે આકાશમાગે ચાલ્યા ગયા. I 134 II | 134 પ્રકરણ 19 મું પૂર્વજન્મસ્થાને જવાને સુદર્શનાનો આગ્રહ મુનિશ્રીના જવા પછી વિનયપૂર્વક ફરી વાર પિતાના ચરણમાં નમન કરી સુદર્શનાએ જણાવ્યું. પિતાજી! મારા પર પ્રસાદ કરીને મને ભરૂઅચ્ચ તરફ જવાને આજ્ઞા આપો. ત્યાં રહેલા ગુણવાન મુનિઓના ચરણારવિંદનું હું નિરંતર સેવન કરીશ. અને તે સમળીના મરણની જગ્યાએ, મારા પૂર્વજન્મની નિશાની તરીકે, મણિરત્નમય એક જિનભુવન બનાવરાવીશ. રાજાએ Jun Gun Aarathak Ac. Gunratnasuri M.S