________________ સુદર્શના [129 રાજન ! આ નવ તો ધર્મના મૂળ તરીકે વિશેષ ઉપયોગી છે. સ્વ–પર જીના કલ્યાણ અથે—યા રક્ષણ અર્થે આ તો ઘણી સારી રીતે જાણવા જોઈએ. તાવિક સુખના ઈચ્છક બુદ્ધિમાન જીવોએ, આત્માના સત્ય યાને તાત્ત્વિક સ્વરૂપને જાણી, બનતા પ્રયત્ન કર્મબંધનથી બચવા માટે પ્રયાસ કરવો જોઈએ? ધર્માર્થી જીવોએ કવિરુદ્ધ કાર્ય તે અવશ્ય ત્યાગ કરવા. તેમાં ધર્મ વિરુદ્ધ કાર્ય તે વિશેષ પ્રકારે વર્જવાં. તેમ ન કરવાથી અનેક ભવોમાં તે વિપત્તિનું કારણ થાય છે. તેમજ અધોગતિને આપનારી વિકથા (સ્ત્રીકથા, દેશકથા, રાજકથા અને ભજનકથાદિ ) ને પણ વિવેકી પુરુષોએ ત્યાગ કરવો. હે નૃપતિ ! આ પ્રમાણે ત્યાગ કરવા લાયક અને ગ્રહણ કરવા લાયક ગૃહસ્થ ધર્મ મેં તમોને સંક્ષેપમાં સમજાવ્યો. વળી ગૃહસ્થને પ્રતિદિવસ કરવા લાયક કાર્ય હું તમને સમજાવું છું, જેને આદર કરનાર મનુષ્ય, ઘણી થોડી મુદતમાં સંસારપરિભ્રમણને અંત ( છેડે) પામે છે. ~ // 129 aa નાક - Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak