________________ દશના I 130 | પ્રકરણ 18 મું ગૃહસ્થના નિત્ય કર્તવ્ય ધર્માથી ગૃહસ્થોએ રાત્રિના છેલ્લા પહેરે અવશ્ય જાગૃત થવું. જાગૃત થવાની સાથે જ પંચ પરમેષ્ઠી મહામંત્ર નવકારનું બની શકે તેટલી વાર સ્મરણ કરવું. પછી પોતાની જાતિ, કુળ, દેવ, ગુરુ, અને ધર્મ સંબંધી વિચાર કરવો. જેમકે હું કઈ જાતિમાં ઉત્પન્ન થયો છું ? મારું કુળ કયું છે? જાતિ તથા કુળાનુસાર મારે કેવાં કામ કરવાં જોઈએ? હું જે કર્તવ્ય કરું છું તેમાં ધર્મને યા આત્માને અનુકૂળ કાર્ય કેટલાં છે? ધર્મને અનુકૂળ આચરણમાં માટે પ્રયત્ન કેટલો છે અને તેમાં વધારે કેવી રીતે કરી શકાય? તેમાં આવતાં વિને મારે કેવી રીતે દૂર કરવાં? મારાથી અકાર્ય કેટલા અને કયાં બને છે? તે બનતાં કેમ અટકાવાય? તે અકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર નિમિત્ત કોણ કોણ છે? તે કેટલાં છે? તે ઓછી કેમ થાય? તેવાં માઠાં કાર્યનું પરિણામ આજ સુધીમાં મને કેટલું દુઃખરૂપ થયું છે? મારો ઈષ્ટદેવ યાને આરાધના કરવા લાયક દેવ કોણ છે? મારા ધર્મગુરુ કોણ છે? મારો ધર્મ શું છે? આ માનવ જિંદગી સફળ કરવા માટે અને દુ:ખથી મુક્ત થવા માટે મારે કેવાં આ કર્તવ્ય કરવાં જોઈએ? હું અત્યારે કેવા યા કયા માર્ગે ચાલનાર મનુષ્યોની સોબતમાં છું? AcGunratrasur M.S. Jun Gun Aaradhak Trul } || 10 ||