________________ સુદશના I 128 થવી તે પુલને ધર્મ છે, આ પાંચ અજીવના ભેદ છે. સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં જે જે પદાર્થોનુખના હેતુભૂત અનુભવાય છે તે સર્વનું મૂળ કારણ પુણ્ય છે. કર્મનાં શુભ પુદ્ગલો તે પુણ્ય કહેવાય છે. જે જે પદાર્થો દુઃખરૂપ અનુભવાય છે તેનું મૂળ કારણ પાપ છે. કર્મનાં અશુભ પુદ્ગલો તે પાપ કહેવાય છે. - પાંચ ઇંદ્રિય અને મનની રાગ દ્વેષવાળી પરિણતિ તે આસવનું કારણ છે. શુભાશુભ કર્મોનું આવવું તે આસ્રવ કહેવાય છે. પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છાનો નિરોધ કરવો તે સંવરનું કારણ છે. આવતાં કર્મ રેકવાં તે સંવર કહેવાય છે. બાહ્ય તથા અત્યંતર એમ બે પ્રકારને તપ તે નિર્જરાનું કારણ છે. આત્મપ્રદેશ સાથે લાગેલ કર્મો કરી જવાં તે નિર્જરા કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ તે કર્મબંધનાં કારણે છે. આત્મપ્રદેશ સાથે ખીર–નીરની માફક કર્મ પુદગલોનું પરિણુમાવવું તે બંધ કહેવાય છે. ફરી બંધ ન થાય તેવી રીતે, શુભાશુભ કર્મોનું આત્મપ્રદેશથી સર્વથા નિર્જરી નાખવું તે મિક્ષ કહેવાય છે. 128. Ac. Gunrathasur MS Jun Gun Aaradhak