________________ સુદર્શના | 124 ન થાય તેમ કર. મનથી ખરાબ વિચાર ન કરવો. વચનથી મેં વગર પ્રજને ન બોલવું. શરીરથી કાંઈ પણ અકાર્ય ન કરવું પણ ધાર્મિક કાર્યમાં તેને જવું, શત્રુ મિત્ર ઉપર સરખી દષ્ટિ રાખવી. તત્ત્વને બોધ કરે. પરની કથાનો (વિકથાન) ત્યાગ કરવો. સરલ સ્વભાવી થવું. ગુર્વાદિની ભક્તિ કરવી અને ધીરજ, સજ્વાદિ અનેક ગુણ ધારણ કરવાં જોઈએ. ગૃહસ્થાશ્રમને સર્વથા ત્યાગ કરનાર અર્થાત સર્વ સંગને ત્યાગ કરનાર યોગી પુરુષ આ પ્રમાણે વર્તન કરી પોતાના સત્ત્વબળથી ઘણુ થડા વખતમાં નિર્વાણ નગરમાં જઈ પહોંચે છે. આ ત્યાગમા (યતિધર્મ) સ્વીકારવામાં જે પિતાનું અસમર્થપણું પિતાને જણાય તો તેઓએ વિધિપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કરો. આ ગૃહસ્થધમ કાલાંતરે પણ મોક્ષસુખનું કારણ થાય છે. ગૃહસ્થોએ નિરપરાધી ત્રસ જીવોની હિંસા ન કરવી. બીજા જીવોની પણ બને ત્યાં સુધી રક્ષા કરવી. 1. કન્યાલિકાદિ પાંચ મોટાં અસત્યને ત્યાગ કરવો. 2, પરદ્રવ્ય અપહરણ ન કરવું. 3. પરસ્ત્રીગમન સર્વથા વજવું. 4. સર્વ જાતિના પરિગ્રહને સ્વઈચ્છાનુસાર પરિમાણુ કરવું. 5. આ નિયમ દ્વિવિધપણે પાળવાં, એટલે તેનાથી વિપરીત મન, વચન, કાયાએ કરવું તેમ કરાવવું નહિ. નૃપતિ ! સંસાર સમુદ્ર મંથન કરનાર આ ગૃહસ્થનાં પાંચ અણુવ્રતો કહેવાય છે. Jun Gun Aaradhak Trus IL 124 Gunratnasuri MS.