________________ સુદર્શન II૧રપા દશે દિશાઓમાં ગૃહ, વ્યાપાર અર્થે ગમન કરવાનું પરિમાણુ કરવું. 6. એક વાર કે અનેક વાર જે વસ્તુ પોતાના ઉપભોગમાં આવે તેવી ભોગપભોગ વરતુનું પરિણામ કરવું. 7. પાપને ઉપદેશ, આર્તધ્યાન, હિંસા થાય તેવાં ઉપકરણ અને પ્રમાદ આચરણ. આથી થતો ચાર પ્રકારને અનર્થદંડ, તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે. 8. ઓછામાં ઓછો આખા દિવસમાં બે ઘડી પર્યત સમભાવમાં રહેવાને પ્રયત્ન કરવો તે સામાયિક વ્રત કહેવાય છે. 9. | દિશિનિયમ વ્રતનો એકએક દિવસ માટે સંક્ષેપ કરે તે દેશવકાશિક વ્રત. આ દિશિસંક્ષેપ રાત્રીએ અને દિવસે ઈચ્છાનુસાર બે વાર કરે. 10. ભજનને ત્યાગ, શરીરની સુશ્રુષાને ત્યાગ, વ્યવહારિક વ્યાપારનો ત્યાગ અને મૈથુનને ત્યાગ એમ ચાર પ્રકારના નિયમથી આત્મગુણને પુષ્ટિ આપવી તે પૌષધશ્રત. 11. અતિથિ શ્રમણોને સ્વશકત્વનુસાર આહારાદિ દાન આપવું તે અતિથિસંવિભાગ. 12. આ પ્રમાણે પહેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને છેલ્લાં ચાર શિક્ષાવ્રત એમ ગૃહસ્થનાં બાર વ્રત છે. આ બાર વ્રત પાલન કરવો તે ગૃહસ્થધર્મ કહેવાય છે. E 125 It Jun Gun Aaradhak . FB Ac. Gunratnasuri M.S.