________________ સુદના पडिभग्गस्स मयस्स व नासइ चरणं सुयं अगुणणाए / न हु वैयावच्चकयं सुहोदयं नासए कम्मं // 1 // ચારિત્રના પરિણામ પતિત થવાથી અથવા મરણ પામ્યાથી ચારિત્ર નાશ પામે છે. નહિ ગણવાથી જ્ઞાનનો નાશ થાય છે. (ચાલ્યું જાય છે, પણ વૈયાવચ્ચ કરવાથી ઉત્પન્ન થયેલું શુભ ઉદયને દેવાવાળું પુણ્ય (ભગવ્યા સિવાય) નાશ પામતું નથી. સાધ્વીઓની વિયાવચ્ચે કરવાથી તે જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી આ ભવમાં તને ધર્મની પ્રાપ્તિ સુલભ થઈ છે. - વિદ્યાધરીના ભવમાં તે અપ્સરાનું નેપુર (પગનું આભરણ) અપહરણ કર્યું હતું તે પાપના કારણથી સમળીના ભવમાં તને તારાં બાળકો સાથે વિયોગ થયા હતા. મુનિશ્રીના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, રાજાને ચોકકસ નિર્ણય થયો કે સુદર્શના જે કાંઈ કહેતી હતી તે વાત સત્ય છે પણ બનાવટી નથી, કેમકે સુદર્શનાના કહેવા પ્રમાણે જ મુનિશ્રીએ કહ્યું છે. રાજાને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ, હાથ જોડી, નમ્રતાપૂર્વક તેણે મુનિશ્રીને જણાવ્યું ભગવન ! જ્ઞાનીઓ સર્વ વાત જાણે છે. જિનેશ્વરના કહેલા ધર્મમાં સર્વે ધમોને. સમાવેશ થાય છે. - Gunratnasuno આપ જેવા જ્ઞાની પુરુષને અમારા કહેલા પ્રશ્નનો ઉત્તર આપવો એ કાંઈ અશકય નથી. | 12 ..