________________ અંદરના I 121 . કરી હતી, તે પુણ્યના પ્રભાવથી, સમળીનાં ભવમાં નિયમ સહિત નવકાર મંત્ર મુનિશ્રીના મુખથી પ્રાપ્ત થયો હતો, અને આ જન્મમાં જાતિસ્મરણપૂર્વક જિનધર્મની પ્રાપ્તિ થઈ છે. કહ્યું છે કે - सुरमणुयसिद्धिसुहं जीवा पावंति जं च लीलाए / तं . जिणपूयागुरुनमणघम्मसदहणकरणेण // 1 // છ, દેવ, મનુષ્ય અને મોક્ષનાં સુખ એક લીલામાત્રમાં (સહજમાં) પ્રાપ્ત કરે છે તે જિનેશ્વર ભગવાનની પૂજા, ગુરુશ્રીને નમસ્કાર અને ધમ ઉપરના શ્રદ્ધાનવડે કરીને જ પ્રાપ્ત કરે છે. ભાવપૂર્વક મુનિ મહાત્માઓની વિયાવચ્ચ કરવાવાળા મનુષ્યો જે પુણ્ય ઉપાર્જન કરે છે તે પુણ્યના પ્રતાપથી બળ અને પુરુષાર્થમાં ચક્રવતીઓની સાથે પણ સ્પર્ધા કરે છે. વિયાવચ્ચ, સંઘનું પૂજન, ધર્મકથામાં આનંદ, વસ્ત્ર, અન્ન, પાત્ર, મુકામ, આસન અને બીછાનું (પાત્ર પ્રમુખ) વિગેરે ગુણવાન સાધુ અને શ્રાવકોને આપવાથી જીવો સમ્યકત્વ-પ્રાપ્તિના છે કારણરૂપ નવ પ્રકારનું પુણ્ય બાંધે છે એમ તીર્થકરેએ કહ્યું છે. આ ઉપર કહ્યાં છે અને બીજા પણ પુણ્યનાં ઉત્તમ નિમિત્તમાં (કારણોમાં) જ્ઞાની પુરુષોએ વૈયાવચ્ચને જ મુખ્ય ગણી છે. કહ્યું છે કે - || 121 P.P.Ac, Gunrainasur M.S. Jun Gun Aaradhak Trust