________________ સુદર્શના ચાર-ચાર લાખ યોનિ અને મનુષ્ય સંબંધી ચૌદ લાખ યોનિ (ઉત્પત્તિરથાન) આ સર્વ સ્થાનમાં ઈર્ષા, વિષાદ અને વધ-બંધાદિ અનેક દુઃખને સહન કરતાં અશરણપણે છે પરિભ્રમણ કરે છે. આ સર્વ નિરસ્થાનને એકઠાં કરતાં તેની સંખ્યા ચોરાશી લાખ જેટલી થાય છે. તે સર્વ સ્થાનમાં વિવિધ પ્રકારના સુખ, દુ:ખને અનુભવ કરતાં અનત કાળ થયો છે. આ સામાન્ય પ્રકારે કર્મબંધનું કારણ મેં જણાવ્યું છે. હવે એક એક જીવ વિશેષ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે તે હું તમને જણાવું છું. મન, વચન, શરીરથી અનેક વાર દુષ્ટ કર્મ કરનાર, મહાપરિગ્રહ રાખનાર, અનેક જીવોને વધ કરનાર, દુવ્યસનમાં આસક્તિ ધરનાર, મહાલોભી અને ખરાબ આચરણવાળા જીવો નરકગતિમાં જાય છે. બીજાને ઠગવાવાળા, માયાવી (કપટી), ધર્મમાર્ગને નાશ કરનાર, પાપ કર્મને છુપાવવાવાળા અને પોતાના હિત માટે અથવા અન્ય જન્મમાં સુખી થવા માટે પ્રયત્ન નહિ કરનારા જીવો મરીને જનાવરમાં (તિયચમાં) ઉતપન્ન થાય છે. ધર્મમાં તત્પર, સરલ પરિણામી, ગુરુભક્ત અને શિયળગુણ ધારણ કરનાર, સ્ત્રીઓ પણ મરણ પામીને સૌભાગ્ય, સુરૂપ આદિ ગુણવાન પુરુષપણે ઉત્પન્ન થાય છે. દુષ્ટ અધ્યવસાયવાળા, કષાય કરનાર, ક્રૂર પરિણામી અને માયા-કપટ કરી પરને 116 | Ac. Gunnatasuri MS. Jun Gun Aaradhak TL