________________ સુદર્શનાર A ૧પ aa સાંભળવાને ઉત્સુક થઈ રહી. સુદશનાનાં વચન સાંભળી, કમપરિણામને જાણનાર તે પરોપકારી મનિશ્રીએ જણાવ્યું કે સુદર્શના ! જી જે જે કર્મના નિમિત્તથી સુખ દુ:ખ પામે છે તે સર્વે કારણો હું જણાવું છું તમે સર્વે એકાગ્રચિત્તથી શ્રવણ કરો. રાગ-દ્વેષને આધીન થઈ આ જી ચાર પ્રકારના કષાયથી પ્રજવલિત થાય છે, તથા મોહરૂપ દઢ રજુ (દોરડાં)થી બંધાઈને પરિગ્રહ, આરંભમાં આસક્ત થઈ રહે છે પર પરાભવ કરે, પરની નિંદા કરવી, પરધનને અપહાર કરે, પરસ્ત્રીમાં લંપટ થવું અને જીવોનો વધ કરો ઇત્યાદિ અનેક પ્રકારે જીવો કર્મબંધન કરે છે તે કર્મબંધનથી બંધાયા બાદ તેઓ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણના સ્થાન આ પ્રમાણે છે. ની એટલે ઉત્પત્તિસ્થાન જેનાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એક સરખાં હોય તેવાં અનેક ઉત્પત્તિસ્થાન હોય તથાપિ તે એક જાતિની અપેક્ષાએ એક ગણાય. તેવાં પૃથ્વી સંબંધી સાત લાખ સ્થાનમાં (યોનિઓમાં) આ જીવ પરિભ્રમણ કરે છે. તેવી જ રીતે પાણી સંબંધી સાત લાખ યોનિ (ઉત્પત્તિસ્થાન) તેવી જ અગ્નિ સંબંધી જુદી જુદી સાત લાખ યોનિ તેવી જ વાયુ સંબંધી સાત લાખ યોનિ. પ્રત્યેક વનસ્પતિ સંબંધી દશ લાખ યોનિ, સાધારણ વનસ્પતિ સંબંધી ચૌદ લાખ યોનિ, બેઇદ્રિય, ત્રણ ઇદ્રિય અને ચાર ઇંદ્રિયવાળા જીવો સંબંધી બબે લાખ યુનિ, દેવ સંબંધી, નારકી સંબંધી અને તિર્યંચ પંચેંદ્રિય સંબંધી જીની Jun Gun Aaradhak True Ac. Gunratnasuri M.S. + 165 If