________________ સુદર્શના ( 114 114. { ત્રાસ પામનાર સોને પરમ સુખના કારણ તુલ્ય, પાપહર! આપના ચરણારવિંદનું અહીં આગમન થયેલું દેખી હું મારા આત્માને ધન્યભાગ્ય માની કૃતાર્થ થઈ છું. આપ જ્ઞાનદિવાકર હોઈ અમારા સંશયાંધકારને દૂર કરશે જ. એમ ધારી આપશ્રીને વિનંતિ કરું છું કે-ભરૂઅચ્ચ નગરમાં તે સમળીએ (એટલે મેં પૂર્વભવે) જે દુ:ખ અનુભવ્યું હતું તે ક્યાં કર્મના ઉદયથી? પ્રસૂતિના દુ:ખથી દુ:ખી થઈ. બાળક સાથે વિયોગ થયે તે કયા કર્મના ઉદયથી? અપરાધ કર્યા સિવાય તે પારધીએ બાણ મારી સમળીને મારી નાખી તે કયા કર્મના ઉદયથી? દીનવદને અને કરુણ સ્વરે આક્રંદ કરતા તથા મહાવિપત્તિમાં આવી પડેલી તે સમળીને અંતાવસ્થા વખતે આંતર દુ:ખને દૂર કરનાર મુનિશ્રીના વચનોની પ્રાપ્તિ થઈ તે કયા શુભ કર્મના કારણથી? સ્વ-પર ઉપકારી તે મુનિશ્રીઓએ “તું બિલકુલ ભય નહિ પામ.' ઈત્યાદિ જણાવી નિયમ સહિત નમસ્કાર મહામંત્ર મને આપે તે મહાત્માઓના વચનને ભાવથી અંગીકાર કરતી મરણ પામી. આ રાજભવનમાં હું ઉત્પન્ન થઈ તે કયા શુભ કર્મના કારણથી? - હે મુનીદ્ર! આ પ્રમાણે ઉત્તમ મનુષ્ય જન્મ પામી. ફરી પણ દુર્લભ જિતેંદ્ર ધર્મને વિષે મને અહીં બેધિબીજ (સમ્યકત્વ)ની પ્રાપ્તિ થઈ તે કયા શુભ કર્મના કારણથી! તે સર્વે આપ મારા પર અનુગ્રહ કરીને જણાવશો. Ae Gund આ પ્રમાણે પ્રશ્નો પૂછી સુદર્શના શાન્ત થઈ. ગુરુશ્રીના મુખ પર દષ્ટિ રાખી પ્રત્યુત્તર Jun Gun Aaradhak True