________________ સુદર્શન || 117 | }; ઠગનારા પુરુષે પણ, મરણ પામીને દુર્ભાગ્યથી કલંકિત દુઃખી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય છે. બળદ, ઘોડા, ઊંટ, પાડા પ્રમુખ પશુઓને નિર્ધાછિન (અંડ છેદનારા) કરનાર, અધમી. પરને પરાભવ કરનાર, અત્યંત વિષયાભિલાષ રાખનાર, દુષ્ટ બુદ્ધિવાળા જીવો મરણ પામીને નપુંસક (હીજડા)પણે ઉત્પન્ન થાય છે. પરના ગુણ જેનાર, ગંભીરતા રાખનાર, દાન આપનાર, ક્ષમા ધરનાર, સત્ય બોલનાર અને સર્વ જીવોનું હિત કરનાર, મધ્યસ્થ ગુણુવાળા જીવો મરણ પામી. મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. દુષ્કર તપ-નિયમ કરનાર, ઇંદ્રિયોને વશમાં રાખનાર, દુર્ધર મહાવ્રતને પાળનાર અને ઉપશમ ગુણવાળા છ મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય છે. ક્રોધાદિ ચાર કષાયનો સર્વથા ક્ષય કરનાર જીવ, પુણ્ય, પાપને સર્વથા નાશ કરી શાશ્વત સુખવાળું નિર્વાણ (મોક્ષ) પદ પામે છે. સુદર્શન ! આ પ્રમાણે સંક્ષેપમાં પણ વિશેષ પ્રકારે તારી આગળ મેં પુણ્ય, પાપનાં ફળ બતાવ્યાં. જે વિશેષ કર્મના નિમિત્તથી પાછલા જન્મમાં તું દુ:ખ પામી છે, તે વૃત્તાંત હવે હું તને જણાવું છું. // 117 II Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak