________________ દશ ના / 109 વળી, આ તમારી પુત્રીને પૂર્વ જન્મના દુ:ખનો અનુભવ જાતિસ્મરણ જ્ઞાનથી પ્રત્યક્ષપણે થયા છે તે પુત્રી, મારા વચનેથી સહસા પાણિગ્રહણ કરવાનું કેવી રીતે અંગીકાર કરશે ? એ આપને પોતાને જ વિચારવાનું છે. નાના પ્રકારના નથી સમર્થન કરાયેલ ધર્મના પરમાર્થને જાણનારી, પૂર્વ જન્મને અનુભવ કરનારી અને વિષયથી વિમુખ થયેલી પુત્રી, પાણિગ્રહણ કરવાનું માન્ય કરે તે વાત મારી કલ્પના બહારની છે, અર્થાત તે સંભવિત નથી. નરનાથ ! આ સુદર્શનને નિર્વાણ સુખસાધક ધર્મ પ્રાપ્ત થયો છે, તે કુમારી, મારા વચનથી રત્નની માફક ધર્મને ત્યાગ કેવી રીતે કરશે ? કદાચ મેં તેમ કરવા કહ્યું અને તેણીએ મારા વચનોને કોઈપણ પ્રકારે અનાદર કર્યો તે આ ભરી સભાની અંદર હું કેટલી બધી હલકાઈ પામીશ? તેને આપ વિચાર કરે. હે મહારાજા ! નીચ કુલમાં જન્મ, યુવાવસ્થામાં દરિદ્રતા, રૂપ અને શિયળ રહિત પતિ પતિનને સંબંધ, રોગિષ્ટ શરીર, બંધુવને વિયેગ, પ્રવાસમાં વિપત્તિની પ્રાપ્તિ, સેવાવૃત્તિથી શરીરને નિર્વાહ, દૂતપણાનું કર્તવ્ય અને પરાધીન ભેજન આ સર્વ પાપપુંજ વૃક્ષનાં કડવાં યાને અશુભ ફળ છે. આ કારણથી હે રાજન ! તમારી પુત્રીને પાપકાર્યમાં પ્રેરવા માટે હું કાંઈ પણ કહી નહિ શકું. આપ જેવા મહાન નરની અભ્યર્થનાનો ભંગ કરવો એ જન્મ પયંત દુઃખરૂપ લાગે તેમ છે. છતાં આ સ્થળે મારે કોઈ ઉપાય નથી. આપ તે માટે ક્ષમા કરશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. I109aaaa P.P.Ac. Gunrataasuri M.S. Jun Gun Aaradhak Trust