________________ સુદર્શના /૧૧ના પ્રકરણ ૧૬મું ધર્મયશ ચારણ મુનિ નય, હેતુ અને યુક્તિવાળી શીલવતીની કથા સાંભળી સિંહલાધિપતિ ઘણો ખુશી થયો. તેણે જણાવ્યું-શીળવતી ! તમારું કહેવું બરોબર સત્ય છે. વિષયાસક્ત જીવો દુઃખના ભાજન થાય છે તથાપિ તેમાં તારતમ્યતા હોય છે. હાથી જમીન ઉપર બેઠેલ કે પડેલો હોય છતાં, ઘોડાઓ. તેને ઓળંગી શકતાં નથી. તેમજ ઇતર સામાન્ય મનુષ્યની માફક, મહાન ઉત્તમ મનુષ્યાની પ્રબળ વિષયવૃદ્ધિ હેતી નથી માટે તમે બિલકુલ ખેદ ન કરશો. અનેક રાજાઓ જેની આજ્ઞા મસ્તક પર ધારણ કરે છે તે, અયોધ્યાધિપતિ જ્યવર્મરાજા (તમારે પિતા) મારે મિત્ર થાય છે, તમારું અહીં આવવું થયું છે તે, ગૌરવને લાયક ગ્ય સ્થળે જ થયું છે. મહાન રાજ્યલક્ષ્મી સર્વે તમારે સ્વાધીન છે. જેમ જોઈએ તેમ તમે તેને વ્યય કરે. . સંપત્તિથી રહિત થયેલાં, વિપત્તિમાં આવી પડેલાં અને દેશાંતરમાં જઈ ચડેલાં છતાં, ઉચ્ચપદને લાયક ઉત્તમ મનુષ્ય ઉચ્ચ સ્થાનને જ પામે છે. A Gunratnasuri MS. II 11e | Jun Gun Aaradhak