________________ સુદર્શના | 108 II ગુતા, વિદ્વત્તા, સૌભાગ્યતા, રૂપ, ગુણ, સુખ, ધર્મ અને સ્વઆચારમાં નિષ્ઠતા રહે છે. હિમવંત પર્વતમાંથી પેદા થયેલી મહાન સુખી છતાં અમર સરિતા (ગંગા)ની માફક, સ્થાનભ્રષ્ટ થતાં સ્ત્રીઓને દુઃખરૂપ પાણી વહન કરવું પડે છે. મારી બહેન યા સખી ચંદ્રલેખાની સાથે મારા પ્રથમ મેળાપ થતાં જ તેમણે મારું ચરિત્ર યા ઈતિહાસ સંભળાવવા આગ્રહ કર્યો હતો, છતાં અવસર સિવાય બલવું મને યોગ્ય ન લાગવાથી હું મૌન ધરી રહી હતી. પણ આજે અવસર મળતાં મેં મારો સર્વ વૃત્તાંત આપ સર્વને જણાવ્યું. ખરી વાત કે અવસર આવ્યા વિના જણાવેલ કાર્ય ગૌરવતાને પામતું નથી. હે રાજનકુળદેવીએ જણાવ્યું હતું કે “શીળવતી સાધ્વી થશે.” તે વચન મેં માન્ય નહિ કર્યું તે, મને વજાપાતથી પણ અધિક દુ:ખ પ્રાપ્ત થયું. અથવા ખરી વાત છે કે સંયમથી વિરક્ત થનાર અને મદથી મર્દોન્મત્ત બનનાર વિષયાસક્ત જીવો પ્રચુર દુઃખ પામે જ. હે પ્રજાપાળ! દષ્ટિ સંબંધી વિષય, દેખવા માત્રથી જ જ્યારે મારી આ અવસ્થા થઈ તે તે વિષય શરીરથી સેવવામાં આવતાં કેવી સ્થિતિ થાય તે સંબંધી કલ્પના આપે જ કરવાની છે. મહારાજા ! એક નેત્રના વિષયથી આ દુઃખ મને પ્રાપ્ત થયું છે તે તેવા દુ:ખને અનુભવ કરનારી હું, વિષયથી વિરક્ત થયેલી સુદર્શનાની આગળ “વિષયસુખ-સુખરૂપ છે” એમ કેવી રીતે વર્ણન કરી શકું? Jun Gun Aaradhak Tu 108 | Ac Guines MS