________________ સુદર્શના iltoણા પ્રવહણથી સંસાર સમુદ્રની માફક આ વિષમ સમુદ્ર પણ આ પ્રવહણ ઉપર બેસી મારી સહાયથી તું પાર પામ. પિતાના સહોદર (ભાઈ) સરખા અને હિતકારી તે વણિક પુત્રનાં વચન સાંભળી શીયળવતીએ જણાવ્યું ભાઈ! તમે જે વચને કહ્યાં છે. તે સર્વે મેં ધ્યાન દઈને સાંભળ્યાં છે. વિયેગી મનુષ્યોને આશ્વાસન આપનાર, આપત્તિમાં આવી પડેલાને ઉદ્ધાર કરનાર અને શરણુગતનું રક્ષણ કરનાર એવા ત્રણ પુથી આ પૃથ્વી “રત્નગર્ભા’ એવા યથાર્થ નામને ધારણ કરે છે. લાવણ્ય, રૂપ, યૌવન અને વૈભવાદિ ગુણ હોવા છતાં પણ પરને દુ:ખે દુઃખી થનાર કોઈ વિરલા મનુષ્ય જ હોય છે. આ પ્રમાણે શ્રેષ્ઠીપુત્રના વિદ્યમાન ગુણની પ્રશંસા કરી શીળવતી તેની સાથે પહાડથી નીચો ઊતરી વહાણમાં જઈ બેઠી. અને થોડા જ દિવસમાં સમુદ્રને પાર પામી અહીં આવી. સેમચંદ્ર મા ટંક વૃત્તાંત જણાવી મને પોતાના પિતાને સંપી. જયવર્મ રાજાની પુત્રી શીળવતી તે પિતે હું જ છું. અહીં સુંદરી એવા નામે પ્રખ્યાતિ પામી છું.' - મહારાજા ચંદ્રગુપ્ત ! વ્યવહારિક સુખથી ત્યજાયેલી, પરદેશમાં આવી પડેલી, સ્વજન વર્ગથી વિગિત થયેલી અને માનસિક દુ:ખથી દુ:ખી થઈ અહીં આપને ઘેર હું દિવસે પસાર કરું છું. નૃપતિ! જ્યાં સુધી મનુષ્ય પોતાનું સ્થાન મૂકતા નથી ત્યાં સુધી જ તેનામાં કુલીનતા Jun Gun Aaradhak + 17 | P.P. Ac. Gunratnasun M.S.