________________ સુદર્શના 1 103 માફક મહાન દુઃખનો અનુભવ કરે છે. મધુર અન્ન, પાન, ભેજનાદિ વિવિધ પ્રકારના રસમાં આસક્ત થયેલા છો, રસના ઇંદ્રિયના લોલુપી માછલાંઓની માફક મરણને શરણ થાય છે. ન કરતૂરી કુસુમ, કાલાગુરુ આદિ સુરભિગંધમાં લુબ્ધ થયેલા મનુષ્યો ધ્રાણેન્દ્રિયમાં આસક્ત થયેલા ભ્રમરની માફક કષ્ટ પામે છે. મનહર યાને મધુર ગાયન મન્દમન્દ આલાપ અને હૃદયને દ્રવિત કરે તેવા પુરુષ કે સ્ત્રીઓના પ્રણયવાળા શબ્દોમાં અવહરિત મનવાળા મનુષ્યો શ્રોત્રઈદ્રિય સુખના સંગમમાં તત્પર હરિણુની માફક વિવિધ પ્રકારનાં દુ:ખ પામે છે. વિશ્વમ, વિલાસ, સૌભાગ્ય, રૂપ, લાવણ્ય અને મોહક કાંતિવાળા સુંદર રૂપની અંદર મોહિત થયેલા મનુષ્યો પતંગની માફક મરણ પામે છે. ઈન્દ્રિયને એક એક વિષય પણ આ જન્મમાં અસહ્ય દુ:ખ આપતો અનુભવાય છે અને જ્ઞાનીઓના કહેવા પ્રમાણે અન્ય જન્મમાં નરકાદિ વ્યથા આપે છે, તે જેને પાંચ ઇન્દ્રિયના વિષયે ખુલ્લા છે અર્થાત્ જેઓ પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત છે તે દુઃખ પામે તેમાં નવાઈ શાની ? Jun Gun Aaradhak THS P.P.Ac. Gunratnasuri M.S. I 103 |