________________ _ જ સુદર્શન ન 102 શીળવતીની સન્મુખ જોઈ, વિનયપૂર્વક તે પુરુષે જણાવ્યું હેન! તું કેણ છે અને ક્યાં રહે છે? યૂથથી વિખૂટી પડેલી હરિણીની માફક એકાકી કેમ જણાય છે? સમુદ્રની અંદર કરી રહેલ આવા વિષમ પહાડપર તું કેવી રીતે આવી શકી? તારું નામ શું? તું કોની પુત્રી છે? તારા દુ:ખનું કારણ શું છે? તારા મસ્તકના કેશને સમૂહ વિખરાયેલો છે. પુષ્પમાલા અને કુંકુમ આદિથી તારું શરીર પિંજરિત છે, છતાં અશ્રુના પ્રવાહથી તારા મુખની શોભા ભેદાયેલી છે. આટલું બોલી તે પુરૂષ શાંત રહ્યો. આ પુરુષનાં વચનોથી શીળવતીને ઘણો સંતોષ થયો તે પણ તેણીને કંઠ તો શોકથી પુરાઈ ગયો. પોતાના પગ પર દષ્ટિ સ્થાપન કરી ઘણી મહેનતે તેણીએ જવાબ આપ્યો. ભાઈ! જેઓ દુનિયાના સ્નેહસુખના અભિલાષી થઈ વિરતિ સુખને (આત્મસંયમના સુખને) સ્વીકારતા નથી તેઓ મહાન વિપત્તિઓ પામે તેમાં કહેવાનું જ શું ? | સ્પર્શ, રસ, ગંધ, શબ્દ અને રૂપાદિ વિષયમાં વ્યાકુલ ચિત્તવાળા નાના પ્રકારની વિટંબના પામવા સાથે મૃત્યુને પણ શરણ થાય છે. મહેલ, શવ્યા, વાહન અને સુંદર પુરુષ, સ્ત્રીઓના સંગમના સુખમાં આસક્ત થયેલા છો, સ્પર્શેન્દ્રિય સુખમાં લુબ્ધ થયેલા હાથીની // 102 / Jun Gun Aaradhar The