________________ સુદર્શન 104 it 104 પાંચ ઈન્દ્રિયના સુખને સદા અભિલાષી આ જીવ, વિરતિસુખને નહિ સ્વીકારતાં સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. તે હે ભાઈ! ઈન્દ્રિય વિષયમાં આસક્ત જીવો દુ:ખ પામે છે તે વાત તું પોતે જાણે છે છતાં, મને તું દુઃખનું કારણ પૂછે છે એ મોટું આશ્ચર્ય થાય છે. તે યુવાન પુરુષે જણાવ્યું. બહેન ! તમે જેમ કહો છો તે વાત સામાન્ય રીતે તો તેમ જ છે, તથાપિ હું વિશેષ કારણ જાણવા માગું છું. શીળવતીએ જણાવ્યું–ભાઈ! મારી તે વાત તમે હમણાં મારા મુખથી શ્રવણ નહિ કરી શકે, કેમકે પોતાને દુઃખની વાત બીજાને કહેવાથી તેમને કાંઈ ફાયદો તો થતો નથી, પણ તેવા કૃપાળુ પુરુષોને ઊલટો તેથી વિશેષ પ્રકારે સંતાપ કે ખેદ ઉત્પન્ન થાય છે. યુવાન પુરુષે જણાવ્યું–બહેન ! તમે ખરેખર સત્ય જ કહ્યું છે કે- જ્યાં બીજાને સંતાપ થતો હોય કે પોતાનું ઉપહાસ્ય થતું હોય ત્યાં તે વાત ન કહેવી. તે યુવાને વિચાર કર્યો કે અત્યારે આ બાઈને દુ:ખને ઘા તાજો જ લાગ્યું હોય તેમ જણાય છે એટલે તે પિતાના દુઃખની વાત હમણું કહી આપે તે સંભવ નથી, તો આપણે પણ હઠ કરવાની કોઈ જરૂર નથી. અવસરે બધું જણાઈ આવશે. ઇત્યાદિ વિચાર કરી તે વાતને Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Tre