________________ સુદર્શના આ અવસરે પોતાના અને વિજયકુમારના સંબંધમાં ગુપ્ત પણ ધીમે ધીમે સભાના લોકો કાંઈ વાત કરતા હોય તેમ અનુમાનથી જાણીને પિતાના પિતાથી શરમાયેલી રાજકુમારી, તરત જ સભામાંથી ઊઠીને પિતાના વાસભુવનમાં આવી. આ તરક કુમારીના જવા પછી શીળવતીને ખરો આશય શું હતો તે જાણ્યા સિવાય તેમજ કુળદેવીએ સ્વમમાં જણાવેલ વચનનું નહિ સ્મરણ કરતાં રાજાએ તરત જ શીળવતી અને વિજયકુમાર વિવાહ સંબંધ જાહેર કર્યો. અર્થાત વિજયકુમાર સાથે શીળવતીને વિવાહ કર્યો. નિમિત્તિઓને બોલાવી લગ્ન માટેના શુભ મુહતને નિર્ણય કર્યો. લગ્ન દિવસ ઘણે નજીક આવવાથી તરત જ રાજમંદિરે શણગારવાનું કામ શરૂ થયું રસ્તાઓ અને બજારા વિગેરે સાફસૂફ થયા. વિવાહની સામગ્રીની ધામધૂમ ચાલતી હતી, એટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિનંતિ કરી કે-મહારાજા ! શિશિર ઋત પૂર્ણ થઈ હોવાથી પક્ષીઓના મધુર અને કલરવ શબ્દોરૂપ વાજીંત્રને વગાડતો, સુરભી પાડલ-વૃક્ષના પુષ્પના આમેદવડે આકાશને પણ વ્યાપ્ત કરતો અને પંચ બાણુના જોરથી નરનારીઓના માનને મર્દન કરતો આપણુ વનને વિષે વસંત રાજા આવી પહોંચ્યા છે. અર્થાત વસંત ઋતુની શરૂઆત થઈ ચૂકી છે, તે આપ વનમાં ક્રીડાદિ વિનેદ અથે પધારશો. આ વર્તમાન સાંભળી રાજાએ ખુશી થઈ ઉદ્યાનપાલકને ઇચ્છાથી અધિક દાન આપી II II un Gun Aaradnak P.P.AC. Gunratnasuri MS.