________________ | ખુશી કર્યો. નાના પ્રકારના અલંકારથી અલંકૃત થઈ, તથા વિજયકુમારાદિને સાથે લઈ રાજા પ. પુષ્પકરંડ નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યો. સુદર્શન’ TET પ્રકરણ 14 મું [E] શીળવતીનું હરણ રાજા પરિવાર સહિત વનમાં ફરવા લાગ્યો. ગુલાબ, જાઈ, કેતકી, ચંપો, ડોલર, પાડલાદિ ઉત્તમ પુષ્પોને બહાર વનમાં ફેલાઈ રહ્યો હતો. આમ્ર, જાંબુ, જેબીર, દાડમ, નારંગી, એલા, લવીંગ આદિ વૃક્ષોની સુંદર ઘટાઓમાં કોયલ મેના આદિ પંખીઓના કલરવ શબ્દ સંભળાતા હતા. મજબૂત વૃક્ષોની ઘટામાં બાંધેલા હીંડોળા પર મધ્યમ વયની કુમારિકાઓ હીંચી રહી હતી. તળાવ, વાવ અને કુડામાં તરુણુ પુરુષ, સ્ત્રીઓ ક્રીડા કરવાપૂર્વક સ્નાન કરી રહ્યાં હતાં. રાજા પણ ક્રીડા કરવામાં વ્યગ્ર થઈ રહ્યો હતો. એ અવસરે એક વિદ્યાધર, વિજયકુમારનું રૂપ ધારણ કરી શીળવતીનું હરણ કરી આકાશમાર્ગે ચાલતો થયો. વિજયકુમારની શ્રાંતિથી શીળવતી બોલી ઉઠી–રાજકુમાર ! સ્ત્રીઓનાં ચપળ ચિત્ત જાણ્યા સિવાય તેની સાથે હાંસી કરવી તે તમને યોગ્ય નથી. મને તમે હમણાં જ મૂકી ઘો, જેથી હું મારી સખીઓમાં c. Gunratnasuri M.S. Jun Gun Aaradhak True