________________ સુદર્શના કુમારીની દષ્ટિ વિજયકુમાર ઉપર ઠરેલી દેખી પાસે રહેલા સભાના લોકોએ સહસા તેવો જ નિર્ણય બાંધી લીધે કે-કુમારીની લાગણી આ કુમાર ઉપર વિશેષ છે. આ તરફ કુમારીનું મન નિર્દોષ છતાં ધીમે ધીમે કુમારના રૂપમાં આસક્ત થવા લાગ્યું કહ્યું છે કે रुवेण दिट्रिपसरो पसरेण रई रईइ संसग्गो / तेण खल्लु मइलइ सीलं, पणटुसीलाणं संसारो // 1 // રૂપ જોવાથી તે તરફ દૃષ્ટિ આકર્ષાય છે. દષ્ટિનું આકર્ષણ થવાથી નેહ બંધાય છે. સ્નેહ થવાથી તેને પરિચય થાય છે. પરિચયમાં (સહવાસમાં) આવવાથી શિયળ મલિન થાય છે અને શિયલથી ભ્રષ્ટ થયેલા છે સંસારમાં પરિભ્રમણ કરે છે. 1. ખરી વાત છે કે रसणिदियवंभवयं मणगुत्ती तहय मोहणियकम्मं / चउरो इमाइं नूणं, जिप्पंति जइक्कवीरेहिं // 1 // જિહ્વા ઇદ્રિય, બ્રહ્મચર્યવ્રત, મનગુપ્તિ અને મોહનીય કર્મ, નિચે આ ચાર વસ્તુનો વિજય કઈ વીરપુરુષ જ કરી શકે. | 9o | 11 Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus