________________ | 10 | ઓની વિશાળ હાજરીમાં શાનદાર મહામહોત્સવ કરવા પૂર્વક આચાર્ય પદ પ્રદાનને મહાન લાભ દ્રરટીગણ તથા શ્રી સંઘે લીધે ને તે આચાર્ય પદવીની સ્મૃતિ નિમિત્તે પૂજ્ય દાદાગુરુ યોગનિષ્ઠ આચાર્ય વિજયકેશરસૂરીશ્વરજી મ. સા. લિખિત સુદશના ચારેત્ર પ્રતાકારે ખાસ સાધુ સાધ્વીજીઓની માંગ હોવાથી પ્રકાશિત કરેલ છે. આચાર્યદેવ શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મ.ને અલ્પ પરિચય પૂજ્યશ્રીને જન્મ આખ્યપ્રદેશની રાજધાની હૈદ્રાબાદ શહેરમાં થયે હતો. પિતા -નરસિંહ સ્વામી અને માતા લક્ષમીબાઈના મોટા પુત્ર–વીરાસ્વામી (કિશોરકુમાર) નામને શોભાવતા હતા. 12 વર્ષની વયે ગુજરાતમાં આગમન થયું. 15 વર્ષની વયે અમરેલીમાં સૌરાષ્ટ્ર કેશરી મુનિરાજ ભુવનવિજયજી (આ. વિ. ભુવનરત્નસૂરી) મ. સા.ના એક જ પ્રવચને પૂર્વના સંસ્કાર જાગ્યા સંયમને રંગ લાગે. સં. ૨૦૦૭માં અમદાવાદ કિકાભટ્ટની પિળમાં સંયમ ગ્રહણ કરી પૂજય ગુરુદેવના ચરણમાં 16 વર્ષની વયે જીવન સમષિઁત કરી વીરા સ્વામીમાંથી મુનિ હેમપ્રભવિજયજી બન્યા. પૂજ્ય દાદાગુરુ આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ. અને પૂજ્ય ગુરુદેવ આ. વિ. પ્રભવચંદ્રસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં રહી જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, વિનય, વૈયાવચ્ચાદિ ગુણની ઉપાસના સાથે સં. ૨૦૨૦માં ખભાત ચાતુર્માસમાં પૂજ્ય દાદાગુરુની નિશ્રા અને આશીર્વાદ અને પંડિતવર્ય શ્રીમાન છબીલદાસ કેશરીચંદના પ્રયત્ન નિત્ય પ્રવચનની શરૂઆત થઈ માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. ગુરુદેવેની અસીમ કૃપાએ ગુજરાતી હિન્દીમાં કાવ્યમય અને ખી શૈલીમાં વૈરાગ્યમૃતનું પાન કરાવી અનેક ભાવિકેના અંતરાત્મામાં દિવ્યજ્ઞાનની જ્યોતિ પ્રગટાવી છે. AcGunratnasudi M.S. 10 || 11 Jun Gun Aaradhak Trus