________________ પુછયપાલ સરિત ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો સિંહલટાપુ એક પર્વત પર વસેલે સુંદર ટાપુ હતે. નાના–મેટાં કેટલાંય નગર આ ટાપુમાં હતાં. જે મુખ્ય નગર ટાપુની વચ્ચે હતું તે રાજધાની સિંહલપુર નામથી પ્રસિદ્ધ હતું. અહીંના રાજાનું નામ પણ સિંહલસિંહ હતું. સિંહલેશ્વર સિંહલસિંહ વીર અને પરાક્રમી શાસક હતા. તેમની પાસે વિશાળ રણવાહિની સેના હતી. તેમના નગરમાં મૂલ્યવાન રત્નો હતાં. એ રત્ન ખરીદવાના શોખીન પણ બહુ હતા. દૂર-દૂરના વેપારીઓ તેમની પાસે રન વેચવા આવતા હતા. તેમના સિંહલપુર નગરમાં કુશળ રત્નપારખુ હતા. અગીયાર પેઢીઓથી રતન પરીક્ષાનું કામ ચાલતું હતું. સિંહલસિંહ રાજાના કુટુંબમાં -રાણી સિંહલા ઉપરાંત રાજાની કુંવારી બહેન તિલકમંજરી પણ હતી. તેના લગ્નને ભાર, સિંહલેશ્વર ઉપર હતે. તિલકમંજરી રૂપવતી અને બુદ્ધિશાળી રાજકન્યા હતી. રાજા સિંહલસિંહના ખજાનામાં તેના બાપ-દાદાના વખતનાં વિશિષ્ટ આઠ રન હતાં. એક દિવસ રાજાએ વિચાર કર્યો કે પૂર્વજોના આ આઠ રત્નોની પરીક્ષા કરાવું અને જાણી લઉં કે કયું રત્ન કેટલું ઉપયોગી છે. મારા પૂર્વજે આ રત્નના ગુણ વિગેરે જાણતા હતા. હું પણ -જાણી લઉં કે કેવાં છે. રત્નના ગુણ જાણ્યા વિના રહને રાખવાં એ સામાન્ય પત્થરો રાખવા જેવું છે. * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust